Proud of Gujarat
FeaturedEducationGujarat

પાલેજ:આજરોજ જાહેર થયેલ ધો.૧૨ સામાન્ય પ્રવાહના પરિણામમાં વલણ સ્કૂલની વિદ્યાર્થીનીએ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી…

Share

ઇમરાન ઐયુબ મોદી- પાલેજ

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલી ધો.૧૨ સામાન્ય પ્રવાહની પરિક્ષાનું પરિણામ આજરોજ જાહેર કરવામાં આવ્યું છે.જેમાં વલણ હાઈસ્કૂલની વિદ્યાર્થીની તેમજ પાલેજ લાલજીનમાં રહેતી દિવાન નિલોફરબેન સાહિદભાઈ સામાન્ય પ્રવાહમાં વલણ હાઈસ્કૂલ માંથી સૌથી વધુ કુલ ગુણ ૭૫૦ માંથી ૬૫૮ ગુણ પ્રાપ્ત કર્યા છે. નિલોફરબેન એકાઉન્ટમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ, આંકડાશાસ્ત્રમાં ૧૦૦ માંથી ૯૬ ગુણ, અર્થશાસ્ત્ર માં ૧૦૦ માંથી ૯૧ અને વાણિજ્ય વ્યવહારમાં ૧૦૦ માંથી ૯૧ ગુણ પ્રાપ્ત કર્યા છે.તેઓએ ૯૯.૩૯ પર્સન્ટાઇલ રેન્ક પ્રાપ્ત કરી વલણ હાઈસ્કૂલ તેમજ પાલેજ ગામનું ગૌરવ પણ વધાર્યું છે.

Advertisement


Share

Related posts

ઉપરવાસમાં ભારે વરસાદને લઇને છોટાઉદેપુરની ઓરસંગ નદી બે કાંઠે.

ProudOfGujarat

વડોદરા : રોંગ સાઇડથી આવતા મોપેડનો બાઇક સાથે સર્જાયો અકસ્માત.

ProudOfGujarat

ભરૂચ : ઝઘડિયા જીઆઇડીસીને જોડતા મોર તળાવ તલોદરાના રસ્તા પર સાંકડા નાળાથી સ્થાનિકોને ભારે હાલાકી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!