૧૫ મી ઓગસ્ટને શનિવારનાં રોજ પાલેજ ખાતે ૭૪ માં સ્વાતંત્ર દિવસની હર્ષ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી.વરસાદી માહોલ અને કોરોનાનાં પગલે વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ વિના પાલેજમાં અનેક સ્થળે રાષ્ટ્રધ્વજ કાર્યક્રમનું આયોજન કરી રાષ્ટ્રભાવના પ્રગત કરવામાં આવી હતી. ધી પાલેજ હાઈસ્કૂલ પાલેજ ખાતે ધ્વજવંદન વિધિ શાહ કમલેશભાઈ ચંપકલાલ હસ્તે યોજવામાં આવી હતી. આ પ્રસંગે હાઈસ્કૂલ કમિટીનાં પ્રમુખ અહેમદ ખાંન પઠાણનાં પ્રમુખ સ્થાને શાળાનાં પટાંગણમાં ધ્વજવંદન વિધિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં શાળા આચાર્ય સલીમભાઈ જોલી,શાળા પરિવાર તેમજ પાલેજ ગ્રામ પચાયતનાં સરપંચ નસીમ બાનું સલીમ વકીલ, ઉપ સરપંચ દેવયાનીબેન, વીરેન્દ્ર સિંહ ગોહિલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત પાલેજ ઝંડા ચોક વિસ્તારમાં પાલેજ સરપંચ નસીમબાનુંના હસ્તે ધ્વજવંદન કાર્યકમ યોજવામાં આવ્યો હતો. પાલેજ ગુજરાતી બુનિયાદી કુમાર શાળામાં વીરેન્દ્ર સિંહ ગોહિલ હસ્તે જ્યારે પાલેજ ગ્રામ પંચાયત કચેરી ખાતે જમીયતનાં સેક્રેટરી અબ્દુલ કૈયુમ પટેલનાં હસ્તે ધ્વજવંદન વિધિ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગ્રામ પચાયત સરપચ સહિત સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.
ઇમરાન ઐયુબ મોદી.પાલેજ