પાલેજ નજીકમાં આવેલાં કરજણ તાલુકાનાં વલણ ગામે કોરોના સંક્રમણ ઉપર નિયંત્રણ મેળવવા ગુરૂવારના રોજથી સ્વૈચ્છીક લોકડાઉનનો આરંભ કરવામાં આવ્યો હતો જેમાં સમગ્ર ગામનાં નાના મોટા વેપારીઓ જોડાઈ લોકડાઉનની સફળ શરૂઆતનો આરંભ કર્યો હતો. વલણ ગામે દર્દીઓની સંખ્યામાં ઉતરો ઉત્તર વધારો થઈ રહ્યો હતો તેમજ છેલ્લા બે માસ દરમિયાંન ગામના મૃત્યુ દર માં વધારો જોવા મળ્યો હતો જેથી વલણ આગેવાનો દ્વારા કોવિડ-૧૯ કમિટીની રચના કરી ગામમાં બીમારીઓ ઉપર કાબુ મેળવવા કોઈ એકશન પ્લાન ઘડી કાઢવા અનુરોધ કરવામાં આવ્યો હતો. આ કમિટી દ્વારા તાત્કાલિક ધોરણે મિટિંગ બોલાવી સમગ્ર ગામમાં લોકડાઉનની ભલામણ કરવામાં આવી હતી જેનો સ્વીકાર કરી ગુરૂવારનાં રોજથી વલણ ગામે લોકડાઉનની સ્થિતિનો અમલ શરૂ કરવામાં આવ્યો હતો. ગુરૂવારનાં રોજ જીવન જરૂરિયાત વસ્તુનું વેચાણ કરતા વેપારીઓને નિયત કરેલ સમય પૂરતા છૂટછાટ આપી સમગ્ર ગામના વેપાર ધંધા બંધ પાળવા અનુરોધ કરવામાં આવ્યો હતો જેનો ૧૦૦ ટકા અમલ જોવા મળ્યો હતો,ઉપરાંત આવનારા આઠ દિવસો સુધી શૈક્ષણિક કાર્ય કરતા ટ્યુશન કલાસ સંપૂર્ણ બંધ રાખવા તેમજ તેમજ સરકારી ઓફિસો તેમજ આરોગ્ય કેન્દ્ર ખાતે જરૂરિયાત પૂરતા લોકોને આવવા જવાની છૂટ આપવામાં આવી હતી. વહેલી સવારથી જ અહીંના લારી ગલ્લા સંપૂર્ણ બંધ જોવા મળ્યા હતા તેમજ ધાર્મિક સ્થરો ઉપર ભીડભાડનાં દ્રશ્યો નહીં સર્જવા અને સોશ્યિલ ડિસ્ટન્સ સાથે માસ્કનો ફરજીયાત અમલ કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. આ અંગેની જાણ નાયબ કલેકટરશ્રી તેમજ પ્રાંત અધિકારી, મામલતદાર કરજણ, તાલુકા વિકાસ અધિકારી કરજણ તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કરજણને લેખિતમાં કરવામાં આવી છે.
ઇમરાન ઐયુબ મોદી-પાલેજ
પાલેજ નજીકમાં આવેલાં કરજણ તાલુકાનાં વલણ ગામમાં સજ્જડ લોકડાઉનની શરૂઆત જિલ્લા આરોગ્યની ચાર ટીમોએ વલણ ખાતે સર્વે કામગીરી હાથ ધરી છે.
Advertisement
1 comment
सरकारी दवाखाना वलन तरफ़ थी सर्वे करवा स्टाफ निकले त्यारे गाम वाला परिपत्र मागी स्टाफ ने सपोर्ट नही करता ने अपशब्दो बोले छे ।