Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાલેજ નજીક અજાણ્યા વાહનની અડફેટે અજાણ્યા ઇસમનું મોત…

Share

 પાલેજ :- ને. હાઇવે નંબર 48 પર પાલેજ ઓવરબ્રિજ પર અજાણ્યા વાહનની અડફેટે એક અજાણ્યા ઇસમનું મોત નીપજ્યું હતું. પોલીસ સુત્રીય માહિતી અનુસાર પાલેજ ઓવરબ્રિજના ઉત્તર છેડા તરફ શુક્રવારે વહેલી સવારના 4.45 વાગ્યા પહેલા કોઇ અજાણ્યા વાહનચાલકે એક અજાણ્યા ઇસમને અડફેટે લેતા તેને થયેલી ગંભીર ઇજાઓના કારણે ઘટના સ્થળ પર જ કરૂણ મોત નીોજવા પામ્યું હતું. ઘટનાની જાણ થતા પાલેજ પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માતમાં મોતને ભેટનાર ઇસમના મૃતદેહને પી એમ માટે પાલેજ સામુહિક અારોગ્ય કેન્દ્રમાં ખસેડી અજાણ્યા વાહનચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મૃતકના વાલીવારસોને પાલેજ પોલીસ મથકનો સંપર્ક કરવા જણાવાયું છે…

Share

Related posts

રાજકોટ વેપારીઓ દ્વારા રાજકોટ મુંબઈ વચ્ચેની ફ્લાઇટ ફરી શરૂ કરવા માંગ

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના નવા અવિધા ગામે જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયા.

ProudOfGujarat

ભરૂચ : ગાંધી બજારમાં ગટરની સફાઈ કરી તેની આસપાસ બેરીકેટ ઉભી કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!