ભરૂચ જીલ્લા પોલીસવડા રાજેન્દ્રસિંહ ચુડાસમાની સૂચના અને એલ.સી.બી. પી.આઇ. જે.એન. ઝાલાનાં માર્ગદર્શન હેઠળ મળેલ બાતમીનાં આધારે પાલેજ GIDC વિસ્તારમાં આવેલ અદિતિ સેરા મિનરલ્સ ફેકટરીમાં જુગારની રેડ કરવામાં આવી હતી. ફેકટરીનાં માલિક સહિત કુલ 8 ઇસમોને જુગાર રમતા ઝડપી પાડી રોકડા રૂપિયા તથા જુગારનાં સાધનો તેમજ મોબાઈલ ફોન તથા કાર સહિત કુલ 6,40,310 નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો. તેમજ ફેકટરીનાં માલિક હિતેશ જયંતિભાઈ પટેલનાં કબજામાંથી વિદેશી દારૂની બોટલ નંગ 12 કિંમત રૂ.6000 પોલીસે ઝડપી પાડી છે. આ જુગારની રેડમાં ઝડપાયેલ આરોપીઓમાં 1) હિતેશ જયંતિભાઈ પટેલ 2) રણજીતભાઈ ગુલાબસિંગ પરમાર 3) સતિષભાઇ મનોહરભાઈ ચૌહાણ 4) મોહંમદ અબ્દુલહાઈ ખાન 5) મોહંમદઅલીશેરખાન નૂરમહંમદખાન 6) સ્ત્યપ્રકાશ પૂતલાલ યાદવ 7) વસિમખાન શરીફખાન પઠાણ 8) વિકાસભાઈ રાજેશભાઈ વસાવા નો સમાવેશ થાય છે. જુગારીઓ પાસેથી રોકડા રૂ.1,67,310, મોબાઈલ નંગ.7 કિં.73,000, મોટરકાર નંગ 1 કિં.4 લાખ મળી કુલ 6,40,310 ની મત્તા જપ્ત કરવામાં આવી છે. એલ.સી.બી. પોલીસ દ્વારા પાલેજ GIDC માં રમાતા શ્રાવણીયા જુગાર પર રેડ પાડવામાં આવે તે આવકારદાયક બાબત છે. પરંતુ પાલેજને અડીને આવેલ ટંકારીયા પંથકમાં જુગારનાં અડ્ડાઓ ધમધમી રહ્યા છે. મકાનની બહાર તાળું મારી જુગારનાં કર્તાહર્તાઓ પોતાના કાયમી કલાઈન્ટ એવા જુગારીઓને બંધ કરી રમી અને ફટકી જેવા જુગાર રમાડતા હોવાનું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે. નવાઈની બાબત એ છે કે કેટલાંક જાગૃત નાગરિકો આ અંગે સ્થાનિક પોલીસતંત્રને જાણ કરી હોવા છતાં પોલીસતંત્ર દ્વારા ટંકારીયાનાં જુગારધામોને ઢાંક પિછોડો કરે છે. જેના કારણે જાગૃત નાગરિકો પણ મુંજાઈ ગયા છે. એવી પરિસ્થિતીનું પણ સર્જન થયું છે કે અસમાજિક તત્વો સામે સામાજિક તત્વોને ભય લાગી રહ્યો છે. ત્યારે ભરૂચ પોલીસતંત્ર દ્વારા ટંકારીયા ખાતેનાં જુગારધામની બંધી દૂર કરવા અને લોકોને ભય મુકત કરવા કાર્યવાહી કરાય તેવી લોકમાંગ ઊભી થઈ છે.
પાલેજ GIDC માંથી જુગાર રમતા 8 ઇસમોને 6.40 લાખની મત્તા સાથે ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.
Advertisement