પાલેજ ગામ તરફના રહીશોને પીવાના પાણી પૂરતા પ્રેસર થી નહિ મળતાં હોવાની વર્ષોથી તકલીફ હોય રજુઆત બાદ નવી ટાંકીનું ખાતમુહૂર્ત કરાયું. જેમાં માજી સરપંચ સરીફખાન પઠાણ અને તાલુકા સદસ્ય મોહસીન પઠાણ,ગ્રામ પંચાયતના સરપંચ નસીમબાનું સલીમવકીલ,તલાટી કમ મંત્રી કરણસિંહ ચાવડા તેમજ પચાયતનાં સદસ્યો ગામ આગેવાનો યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. પાલેજ નગરના વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા દૂર કરવા બાબતે પંચાયત દ્વારા નવા બોર બનાવી પાણીની તકલીફ દૂર કરવા પ્રયત્નો કરાયા હતા.પાલેજ જુના ગામ વિસ્તારમાં વર્ષોથી પાણીના પ્રેશરની સમસ્યા હોય એ બાબતે સ્થાનિક પંચાયત સદસ્ય તેમજ રહીશોએ ફરિયાદો કરતા ગ્રામ પંચાયત સરપંચ તેમજ તલાટી કમ મંત્રીએ આ બાબતે ગંભીરતાથી લઇ આ વિસ્તારના રહીશોને વોટર વર્કસનું પાણી પુરતા પ્રેશરથી મળે ગામ કુવા પાસે અઢી લાખ લીટર પાણીની ક્ષમતા ધરાવતી પાણીની ટાંકીનું આયોજન કરી શુક્રવારના રોજ ખાતમહુર્ત કર્યું હતું જેથી ગામના વિસ્તારમાં રહીશોને વર્ષો જૂની પાણીના પ્રેસરની તકલીફ દૂર થશે. એ જાણી સ્થાનિકોએ મોટી રાહત થશેની ખુશી વ્યક્ત કરી પંચાયતનો આભાર માન્યો હતો.
ઇમરાન ઐયુબ મોદી-પાલેજ
પાણીના પ્રેશરની ગંભીર સમસ્યા બાદ પાલેજ ગામ પંચાયત દ્વારા પાણીની ટાંકીનું ખાતમુહૂર્ત કરાયું.
Advertisement