ભરૂચ જિલ્લાના પાલેજ વિસ્તારમાં ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા ઉપર ફરજ બજાવતા વિજેન્દ્ર સોલંકી કોરોના પોઝિટિવ આવતા તેઓને અંકલેશ્વર જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ભરૂચ તાલુકાના પાલેજ ખાતે ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સમાં પાયલોટ તરીકે સેવા બજાવતા રાજપારડીના યુવક વિજેન્દ્ર સોલંકીનો ગુરૂવારના રોજ કોરોના પોઝીટીવનો રિપોર્ટ આવતા તેઓને અંકલેશ્વરના જયાબેન મોદી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓના પિતાના જણાવ્યા અનુસાર હોસ્પિટલ ખાતે શરૂઆતી સારવારમાં તાવ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો તેમજ તેઓની તબિયત હાલ સ્થિર છે. ઉલ્લેખનીય છે કે વિજેન્દ્ર ભાઈને ૧૫ દિવસ અગાઉ જ પાલેજ લોકેશન ઉપર સેવામાં મુકવામાં આવ્યા હતા.વિજેન્દ્ર સાથે જોડાયેલા ૧૦૮ ના સ્ટાફને કોરન્ટાઇન કરવામાં આવ્યાની જાણકારી મળી રહી છે.
ઇમરાન ઐયુબ મોદી-પાલેજ
Advertisement