ઇમરાન ઐયુબ મોદી – પાલેજ
પાલેજ તા.૧૫-૦૫-૨૦૧૯
પાલેજ ની પ્રતિષ્ઠિત એવી ફિલિપ્સ કાર્બન બ્લેક કંપની માં કોન્ટ્રાક્ટ પદ્ધતિ થી કામદારો નું શોષણ થતું હોવાની વ્યાપક ફરિયાદો બાદ ૩૦૦ જેટલા કર્મચારીઓ હળતાળ ઉપર ઉતરી જવા પામ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લા ૧૫ વર્ષ ઉપરાંતથી એકજ કંપની માં એક જ જગ્યા ઉપર ફરજ બજાવવા છતાં કર્મચારીઓ ને પગાર સ્લીપ,હક,રજા અહીં સુધી કે કર્મચારી ના ઓળખકાર્ડ જેવી સામાન્ય બાબત પ્રત્યે પણ કંપની કૂણી ઉતરતા કર્મચારી વર્ગ માં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.
કર્મચારી પાસે ૧૨-૧૨ કલાક કામ કરાવવામાં આવે છે છતાં કર્મચારી વર્ગ ને ઓવરટાઈમ ચુકવવામાં નહીં આવતા ની ફરિયાદો ઉઠવા પામી છે. કંપની તેમજ ખાનગી કોન્ટ્રાક્ટરો દ્વારા સરકારી નીતિ નિયમો અનુસાર પગાર ચૂકવાતો ના હોવાનું તેમજ સલામતી માટે ના સાધનો ઉપરાંત યોગ્ય કેન્ટીન સુવિધા માટે કર્મચારી વર્ગ દ્વારા અવાઝ ઉઠાવવામાં આવી રહ્યો છે.એવામાં કંપની દ્વારા પોલીસ ની ધાક ધમકી આપી પોલીસ બોલાવી કર્મચારીઓ ઉપર દબાણ બનાવવામાં આવતું હોવાના રાષ્ટ્રીય મજદૂર સંઘ ના ઉપ પ્રમુખ દ્વારા લેખિત માં લાગતા વળગતા અધિકારી વર્ગ ને રજુઆત કરી છે.