Proud of Gujarat
FeaturedGujarat

ઉનાળા ની આગ ઝરતી ગરમી નો પારો તેની ચરમ સીમા વટાવતા જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે.

Share

ઇમરાન ઐયુબ મોદી- પાલેજ
તા.૧૫-૦૫-૨૦૧૯

દિન પ્રતિ દિન વધી રહેલી ગરમીના પગલે પંથકભર ના બજારો માં કરફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે.ગલ્ફ નાં દેશો જેવી ગરમી થી સમગ્ર ગુજરાત ચપેટ માં આવી જતાં દિવસે લોકો ની સ્થિતિ કફોડી બની રહી છે.પશુ-પંખીઓ પણ આકાશ માં ગગન વિહાર કરવા નું બાજુ એ મૂકી ઝાડ ની શીતળતા નાં આશરે આવી બેસી જાય છે.લીમડા નાં ઝાડ નીચે અને ઉપર ડાળી પર પક્ષી ઓ આશરો લઈ ગરમી થી બચવા નો પ્રયાસ કરે છે.અસહ્ય ગરમી નાં કારણે અને રમજાન નાં પવિત્ર માસ દરમ્યાન ટ્રેનો માં પણ પાંખી મુસાફરો ની હાજરી જોવા મળી રહી છે.

Advertisement

ભરુચ સહિત પંથક નાં ગામો ની જનતા વધતી જતી ગરમી નાં કારણે ત્રાહિમામ પોકારી રહી છે.સવાર થી જ સૂર્ય નું રોદ્ર સ્વરૂપ નો અંદાઝ લોકો ને આવી જાય છે.લોકો સવારે પોતાના કામો ઝડપ થી આટોપવા ની ગરજ થી બઝારો માં અને અન્ય બેંકો ઓફિસો માં દોડી જાય છે.બાર નાં ટકોરા પછી માથા ઉપર સુરજ આવી જતા જ લોકો પોતાના કામો આટોપી ઘર ભેગા થઈ જાય છે.બજારો સુમસામ બની જાય છે.

વયશાખી વાયરા હજી સુધી બરાબર ફૂંકાતા નથી.ગરમી નાં કારણે બપોર નાં બાર વાગ્યા થી લોકો ઘરો નાં બારી દરવાજા બંધ કરી અંદર પુરાઈ રહે છે. ૪૦ નો પારો વટાવી જતી ગરમી દિવસે લોકો નાં બોલવા નાં હોશ કોષ ગુમાવી દે છે.અસહ્ય ગરમી નાં કારણે રમજાન નાં પવિત્ર માસ માં મુસ્લિમ બિરાદરો રોજદારો સવાર થી જ ઘર માં રહેવાનું પસંદ કરી ઈબાદત માં સમય પસાર કરે છે.સાંજે ૬ વાગ્યાં નાં અરસા માં સુરજ પશ્ચિમ તરફ નમતાં અને થોડી પવન નીકળતાં લોકો બહાર નીકળે છે.ઉનાળા નું વેકેશન દરમ્યાન બાળકો પણ પેહલાં સ્કૂલ માં અને હાલમાં ઘર ની કેદ માં પુરાઈ ને સમય પસાર કરે છે.અસહ્ય ગરમી નાં કારણે લોકો કુલરો,એ સી ઘરો માં બેસાડી ગરમી થી બચવાની કોશિશ કરે છે. ગુજરાત બીજું સાઉદી અરેબિયા જેવી ગરમી ની ચપેટ માં આવી જતાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે.


Share

Related posts

ઝઘડિયાના રતનપુર અને વાઘપુરા વચ્ચે રેતી ભરેલી હાઇવા ટ્રક પલ્ટી મારી.

ProudOfGujarat

ભરૂચ ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ૨૦૨૨ ની ઉજવણી અંતર્ગત સાયન્સ કાર્નિવલ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ : દહેજ હેલ્થ એન્ડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ ખાતે 50 બેડની કોવિડ હોસ્પિટલ ઉભી કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!