ઇમરાન ઐયુબ મોદી – પાલેજ
પાલેજ તા.૧૫-૦૫-૨૦૧૯
પાલેજ ની બેક ઓફ બરોડા નાં એ.ટી.એમ સતત કેટલાક દિવસો થી નાણાં ની અછત થી ગ્રાહકો પરેશાન થઈ રહ્યા છે.બેંકોએ મોટા ઉપાડે શરૂ કરેલાં એ.ટી.એમ મશીનો માં બેંકો રોકડ રકમો મુકવામાં કેમ પાછી પાની કરે છે? શુ બેન્કો ની સ્થિતિ એટીએમ માં કેશ ભરવા પૂરતી પણ યોગ્ય નથી?બેંક ને મર્જર કર્યા બાદ બેંક ઓફ બરોડા ના એટીએમ હંમેશા ખાલી ખમ જોવા મળી રહ્યા છે.
બેક ઓફ બરોડા નાં એ.ટી.એમ ગ્રાહકો ને પાલેજ માં આવેલાં બે-બે સ્થળો એ ત્રણ જેટલા મશીનો ઉપર નાણાં ને લઈ વારંવાર નાં ધરમ નાં ધકા થઈ રહ્યા છે.પાલેજ રેલવેસ્ટેશન સામે નાં એ.ટી.એમ ને ગ્રહણ લાગ્યું હોય તેમ અહીં કેશ ની અછત એ રોજ ની ફરિયાદ બની ગઈ છે. ગ્રાહકો ને મુખ્ય બ્રાન્ચ માં કે ઉપર ની કક્ષાએ ફરિયાદ કરવાનો ટાઈમ નથી અથવા આવડત નથી,લોકો કેશ નહિ મળતાં નિશાશા નાખી જતાં રહે છે.
પાલેજ ખાતે બેન્ક ઓફ બરોડા એ.ટી.એમ ની સગવડ સાવજ ખાડે ગઈ છે. બ્રાન્ચ ની સાથે આવેલા એ.ટી.એમ ન બે મશીનો બંધ હાલત માં જોવા મળી રહ્યા છે જો અહીં ના મશીનો માં પૌસા ભરવાજ નથી તો બેંક બંધ મશીનો ને ઠંડા રાખવા ૨૪ કલાક એ.સી ચાલુ રાખું પૈસા ન ધુમાડા શુ કામ કરવામાં આવે છે? વળી બેંક નું એ.ટી.એમ વારંવાર શા માટે કેશ વિના જોવા મળી રહ્યું છે? શું બેંક આર્થિક મંડી માંથી પસાર થઈ રહી છે કે પછી બેંક પાસે એ.ટી.એમ માં ભરવા પૂરતી કેશ નથી? આમ બેંક ના ગ્રાહકોમાં ચર્ચાએ જોર પકડ્યું છે.