પાલેજ ગામે કોરોનાનાં એક-એક કરી ત્રણ કેસ આવી જતા પાલેજ ગ્રામ પંચાયત દ્વારા સોશ્યિલ મીડિયા મારફતે ગ્રામજનોને સૂચનો કરી શુક્રવારનાં રોજ રોગ પ્રતિકારક શક્તિ વધારવા કોરોના મહામારી અંતર્ગત ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું છે.સમગ્ર ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે.બીજી તરફ કોરાના કેસોમાં વધારો થઇ રહ્યો છે ત્યારે લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આયુર્વેદિક ઉકાળાનું સેવન કરવાથી રોગ સામે પ્રતિકાત્મક શક્તિ પેદા થાય એવા હેતુસર ગ્રામ પંચાયતના સરપંચ નસીમ બાનું સલીમ વકીલ તથા તલાટી કમ મંત્રી કરણસિંહ ચાવડા દ્વારા કોરોના મહામારી અંતર્ગત આયુર્વેદિક ઉકાળાનું તેમજ ૫૦૦ જેટલાં માસ્કનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ મેળવ્યો હતો.
હજુ પણ લોકોમાં જાગૃકતાનો અભાવ વર્તાવ રહ્યો છે તેમજ જાહેર સ્થળો ઉપર વારંવાર માસ્ક વિના ખરીદી કરતા નગરજનો નજરે પડી રહ્યા છે.મહામારી જેવા કોરોના રોગ પ્રત્યે લોકોમાં ગંભીરતાનો અભાવ વર્તાઈ રહો છે.પાલેજ પોલીસ દ્વારા બજારનું પેટ્રોલિંગ કરવા નીકળતા સમયે લોકો માસ્ક પેહરી લે છે અને ત્યારબાદ હતી તેની તે સ્થિતિ થઈ જવા પામે છે જેથી લોકોએ જાતે સજાગ થઈ માસ્ક અને સોશ્યિલ ડિસ્ટનસિંગ જ એક માત્ર ઉપાય છે જેથી તેને અવગણી શકાય નહીં એમ સમજવું પડશે.પાલેજ નગરમાં એક પછી એક એમ ત્રણ કેસ નોંધવા પામ્યા છે જ્યારે હજુ સુધી અહીં અન્ય લોકોમાં કોઈ સિમટમ્સ જોવા મળ્યા નથી જેથી હાલ પૂરતી અહીંની સ્થિતિ સંપૂર્ણ કાબુમાં છે એમ કહી શકાય પરંતુ જો ગ્રામજનો દ્વારા માસ્ક અને સોશ્યિલ ડિસ્ટનસિંગની અવગણના કરવાનું ચાલુ રહેશે તો સ્થિતિ ભયજનક બની શકે એમ છે,અહીંના વેપારીઓ તેમજ ગ્રાહકો બંનેએ પોતાની જવાબદારી સમજી આ મહામારી સામે કોઈ પણ પ્રકારનાં ભ્રમમાં રહ્યા વિના સરકારી ગાઈડ લાઇનનું પાલન કરવામાં આવે એ અનિવાર્ય છે.
ઇમરાન ઐયુબ મોદી-પાલેજ