Proud of Gujarat
GujaratFeaturedINDIA

પાલેજ : મેડિકલ ક્ષેત્રે સિદ્ધિ હાંસિલ કરી જિલ્લાની વિદ્યાર્થીનીઓ માટે પ્રેરણાનું માધ્યમ બનતા ડો. વસીમા બાંડિયા.

Share

ભરૂચ જિલ્લાનાં પાલેજ મુકામે ગોલ્ડન પાર્ક ખાતે સ્થાયી થયેલ ઇખર ગામના મૂળ વતની ડો. વસીમા અબ્દુલ બાંડિયાએ નાની વયે અનેક વિદ્યાર્થીનીઓ અને સ્ત્રીઓને પ્રેરણા આપતી સફળતા હાસિલ કરી સમગ્ર જિલ્લા તથા સમાજનું ગૌરવ વધારી બાળપણનું સ્વપ્ન સાકાર કર્યું. તેમણે એમ.બી.બી.એસ સુધીનો મેડિકલ અભ્યાસ ઓડેસા નેશનલ મેડિકલ યુનિવર્સિટી, યુક્રેનથી સંપૂર્ણ કર્યા બાદ મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા સ્ક્રીનિંગ ટેસ્ટ અર્થાત ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ એક્ઝામિનેશનમાં (FMGE) પ્રથમ પ્રયત્નમાં જ સફળતા પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ તેમનું સિલેકશન વડોદરા એસ.એસ.જી મેડિકલ કોલેજ હોસ્પિટલનાં એસ.એન.સી.યુ ડિપાર્ટમેન્ટ ઓફ પિડિયાટ્રિક્સ ખાતે થતા મેડિકલ ઓફિસર તરીકે સેવા આપી એ સાથે સતત પરિશ્રમ પણ ચાલુ રાખ્યો હતો, પરિણામે હાલ એમ.બી.બી.એસ બાદના પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્ષ માટે તાજેતરમાં ડો.વસીમા અબ્દુલ બાંડિયાને નીટ પીજી – ૨૦૨૦(NEET PG – 2020) ઝળહળતી સફળતા પ્રાપ્ત થતા તેમની ડીએનબી ઓબ્સ્ટેટ્રીકસ એન્ડ ગાયનેકોલોજી શાખામાં ઘીસીબાઇ મેમોરિયલ મિત્તલ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર, અજમેર ખાતે પસંદગી થઇ હતી. ૧૬ મી જૂલાઇએ રવાના થતી વેળાએ તેઓને ત્રણ વર્ષેના આ પી.જી ઉચ્ચ અભ્યાસ માટે મુસ્લિમ સમાજના અગ્રણીઓ, શિક્ષકો અને મિત્રમંડળ તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ ઉપરાંત ડો.વસીમા બાંડીયાએ (USMLE) યુનાઇટેડ સ્ટેટસ મેડિકલ લાઇસન્સિંગ એક્ઝામિનેશન પણ પાસ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દિકરીએ પોતાની સફળતાનો શ્રેય આધ્યાત્મિકતા, માતા, પિતા, ભાઇ- ભાભી તેમજ બહેન અને પરિવાર તરફથી મળતા નિરંતર સહકાર તેમજ પ્રોત્સાહનને આપી, માનવ સમાજ માટે સેવા કરવાના સંકલ્પ સાથે દરેક દિકરીને ઉચ્ચ શિક્ષણ આપવા ઉપર ભાર મૂકયો હતો. વધુમાં તેઓ દ્વારા મહેનત અને સમર્પણ સાથે એક જ ધ્યેય પ્રત્યે સમર્પિત મન જીવનમાં સુંદર પરિણામ લાવી શકે છે, આ સ્પર્ધાત્મક વિશ્વમાં ગુણવત્તા સભર શિક્ષણ મેળવવું ફરજિયાત છે, તેથી દરેક સ્તરે શ્રેષ્ઠ રીતે પ્રયાસ કરીને તેને પ્રાપ્ત કરો એમ પણ જણાવવામાં આવ્યું હતું.

ઇમરાન ઐયુબ મોદી- પાલેજ

Advertisement

Share

Related posts

નડિયાદ વિધાનસભા વિસ્તારમાં વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ-ખાતમુર્હુત કરાયું.

ProudOfGujarat

રાજપીપલા ખાતે ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને નર્મદા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે યોજાયું મહિલા સંમેલન

ProudOfGujarat

નર્મદા-વિશાલ ખાડી નજીક ટ્રક અને કાર વચ્ચે અકસ્માત માં ચાર વ્યક્તિઓના મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!