Proud of Gujarat
FeaturedGujarat

પાલેજ: લગ્નપ્રસંગ નિમિતે એક જ વરઘોડામાં અલગ-અલગ સમયે એક મહિલા નો હાથ પકડી નાચવા ખેંચી જવા બાબતે તેમજ નાચતી યુવતી નો હાથ પકડી લેવા બાબતે બે યુવાનો સામે ફરિયાદ નોંધાય હતી.

Share

પ્રાપ્ત માહિતી અનુસાર તા.૧૦ નાં રોજ ભરુચ નાં કિશનાડ ગામે મણિલાલ મગન વસાવા ની દીકરી અનુંના લગ્ન પ્રસંગે ફરિયાદી નયના ભરત પાટણવાણીયા નાં ઘરે થી સાંજ નાં સાડા પાંચ વાગ્યાનાં અરસામાં જાનનો વરઘોડો નીકળ્યો હતો.આ સમયે ઘર બહાર ઉભેલી નયનાનો હાથ પકડી વરઘોડામાં નાચતાં કિશનાડ ગામના અજય રામસંગ વસાવા તેમજ અરવિંદ જાતર વસાવાએ વરઘોડામાં નાચવા લઇ જતાં હતાં ફરિયાદીનો છોકરો કરણ જોઈ જતાં તોહમતદારોને કહેવા જતાં ગમે તેમ ગાળો બોલી કરણને ધમકી આપી હતી.તેમજ આ બનેનું ઉપરાણું લઈ કમલેશ રમેશ વસાવા તેમજ છત્રસંગ રામસંગ વસાવા કરણને ધિકાપટુંનો માર માર્યો હતો.ગામના બે યુવાનો છોડાવા પડ્યા હતા.થોડા સમયમાં આ ચારેવનું ઉપરાણું લઈ જીતુ જગદીશ વસાવા,નવીન મેલશગ વસાવા,લખન રમન વસાવા, રમેશ અંબાલાલ વસાવાએ કરણને છોડાવા પડેલ માણસોને ધિકાપાટુનો માર માર્યો હતો.

અન્ય બનાવમાં ફરિયાદી રમેશ અંબાલાલ વસાવાએ સાંજનાં આઠ વાગે લગ્નનાં સામૈયા પ્રસંગે ડી.જે વાગતું હતું જેમાં વરઘોડામાં લોકો નાચતાં હતા.તે સમયે ફરિયાદીનાં નાના ભાઈની છોકરી વરઘોડામાં નાચતી હતી.આ સમયે ગામના કિરણ પાટણવાણીયા તેમજ હિમાંશુ મહેશ છોકરી સાથે અથડાયેલ તે બાબતે ઠપકો આપતાં જૈમિન પાટણવાણીયા તેમજ આકાશ પાટણવાણીયા પાછળથી દોડી આવી ગાળો બોલતા હતા.થોડી વાર પછી દિનેશ પાટણવાણીયા ,આશિષ પાટણવાણીયા ,રોહિત પાટણવાણીયા આવી તમે લોકો અમને શુ સમજો છો તેમજ ગાળો બોલી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ કરી હતી. પાલેજ પોલીસ મથકે ગુના સંબધી તપાસ અધિકારીએ હાથ ધરી હતી.

Advertisement

ઇમરાન ઐયુબ મોદી- પાલેજ


Share

Related posts

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પોલીસ સ્ટેશનને હાજર થતા ડિવાયએસપી સરવૈયાએ પત્રકારો સમક્ષ નિવેદન આપ્યું

ProudOfGujarat

કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ તથા નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની આગેવાની સાથે નડિયાદ નગરપાલિકા વિસ્તારમાં તિરંગા યાત્રા યોજાઇ

ProudOfGujarat

વલસાડ-ઉમરગામ GIDCની અરિહંતમ લાઈફ કેર નામની કંપનીમાં બોઈલર ફાટ્યું-2 કામદારો સારવાર હેઠળ…..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!