Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાલેજ વિસ્તારમાંથી જુગાર રમતાં 6 જુગારીઓ ઝડપી રૂ.11,000 કરતાં વધુની મત્તા જપ્ત કરવામાં આવી.

Share

ભરૂચ જીલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાએ જુગાર જેવી સામાજિક બંધી ડામવા અંગે સૂચના આપેલ છે. જે મુજબ પાલેજ પોલીસનાં પી.આઇ બી.પી. રજયાએ અને એમની ટીમે 6 જુગારીઓને ઝડપી પાડયા હતા. આ અંગે વિગતે જોતાં પાલેજ પોલીસને મળેલ બાતમીનાં આધારે પાલેજનાં જહાંગિર પાર્ક સોસાયટીની સામે ખુલ્લી જગ્યામાં શેરડીનાં ખેતરની નજીકમાં કેટલાંક ઇસમો પત્તા-પાનાનો હારજીતનો જુગાર રમી રહ્યા હતા. જેમની પાસેથી અંગ ઝડતીનાં રોકડ રૂ.8660 તથા દાવ પરના રોકડ રૂ.2620 મળી કુલ રૂ.11,280 પોલીસે જપ્ત કરેલ છે. ઝડપાયેલ આરોપીઓમાં 1) એજાજ ઇબ્રાહિમ પટેલ 2) ઈમરાન ઈસ્માઈલ મલિક 3) અમીરભાઈ હુસેનભાઇ શેખ 4) રફીકભાઈ મહેબૂબભાઈ મલેક 5) જીતેન્દ્રભાઈ વિજયભાઈ પાટિલ 6) નઇમ ઇલ્યાસ મન્સૂરી તમામ રહેવાસી જહાંગીર પાર્ક સોસાયટી પાલેજની અટક કરેલ છે. પાલેજ પંથકમાં વધતાં જતાં જુગારની બંધી સામે પાલેજ પોલીસ દ્વારા અવારનવાર રેડ કરી કાર્યવાહી કરવામાં આવે છે તેમ છતાં પાલેજ પંથકમાં જુગારની બંધી યથાવત રહી હોય જણાઈ રહ્યું છે.

Advertisement

Share

Related posts

સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા : સુરતમાં ભાજપના કાર્યાલય ખાતે યુવા મોરચાની મિટિંગ મળી.

ProudOfGujarat

પાલેજ માં રાષ્ટ્રીય પર્વ ની ધામધૂમ થી ઉજવણી કરાઈ

ProudOfGujarat

શેખ હસીના આજથી ભારતની મુલાકાતે, PM મોદી સાથે આ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર થશે ચર્ચા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!