ભરૂચ જિલ્લામાં દિન પ્રતિદિન કોરોના પોઝિટિવના કેસોમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે એવામાં કોરોના હવે ગ્રામ્ય વિસ્તારોમાં ફેલાઈ રહ્યો છે જે અહીંના આરોગ્ય તંત્ર માટે પડકાર જનક સાબિત થઈ રહ્યું છે. પાલેજ ખાતે મુખ્ય બજાર વિસ્તારમાં રહેતા કામિનીબેન રાજેશભાઈ મફતલાલ શાહ (ઉ.વ.૫૦)નો મંગળવારનાં રોજ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવવા પામ્યો છે. તેઓને કરજણ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. આ અંગે આરોગ્ય તંત્રને જાણ થતાં તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. કામિનીબેન પાલેજ તેમના પરિવારજનો સાથે રહેતા હોય તેમને પણ કોરન્ટાઇન કરવાની નોબત આવી પડતાં મુખ્ય બજાર વિસ્તારમાં ભય ફેલાઇ ગયો હતો. પાલેજ ગ્રામ પંચાયત દ્વારા બજારમાં રાજેશભાઈ શાહની કાપડની દુકાને સેનેટાઈઝની કામગીરી હાથ ધરી હતી તેઓની આજુબાજુના વિસ્તારમાં કન્ટેન્ટ જાહેર કરવામાં આવ્યા હતા આજુબાજુના ઘરનું સર્વે કરવામાં આવશે એમ આરોગ્ય તંત્રએ જણાવ્યું હતું.પાલેજમાં બે રોકટોક બહારથી આવતા લોકો આરોગ્ય માટે ભયજનક સ્થિતિનું નિર્માણ કરી શકે એમ છે તેમજ આ અંગે આરોગ્ય વિભાગની બેદરકારી પણ જવાબદાર છે. વડોદરા-સુરતથી નિયમિત પાલેજ ખાતે આવતા લોકો અંગે આરોગ્ય તંત્ર સજાગતા નહિ દાખવતાં પાલેજમાં કોરોનાનો પગપેસારો થઈ રહ્યો છે. તેઓનું સ્ક્રીનિગ જેવી પ્રાથમિક તપાસ જેવા તાકીદનાં પગલાં ભરવામાં આરોગ્ય તંત્ર નિષ્ફળ રહ્યું છે.અગાઉ પણ અહીં બજાર પાછળનાં વિસ્તારમાં જે એક કોરોના પોઝીટીવનો કેસ નોંધાયો હતો જેની હિસ્ટરી વડોદરા હોવાનું જાણવા મળ્યું હતું. આમ રેડ ઝોન વિસ્તારમાંથી પાલેજ નગરમાં વેપાર ધંધા કે અન્ય કારણસર આવતા વડોદરા-સુરત-અમદાવાદનાં લોકોનું તાત્કાલિક સ્ક્રીનીંગ કરવા પણ માંગ ઉઠવા પામી હતી. મંગળવારનાં રોજ પાલેજ અંકુર સોસાયટીમાં રહેતા એક વ્યક્તિનું વડોદરા સારવાર દરમ્યાન વહેલી સવારે મોત નીપજ્યું પામ્યું હતું જે અંગે પણ કોરોનાની ચર્ચા ચાલે છે.
ઇમરાન ઐયુબ મોદી-પાલેજ
પાલેજમાં કોરોનાનો બીજો કેસ નોંધાયો.
Advertisement