પાલેજ :- શબે મેઅરાજ પર્વની મુસ્લિમ સંપ્રદાયના લોકો દ્વારા પાલેજ નગર સહિત પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ખુબ જ ઉલ્લાસભેર ઉજવણી કરાઇ હતી. શબે મેઅરાજ પ્રસંગે નગરની મક્કા મસ્જિદ સહિત વિવિધ મસ્જિદોને રંગ બેરંગી રોશનીથી ઝળાહળા કરાઇ હતી. રાત્રે ઇશાની નમાઝ બાદ નગરની વિવિધ મસ્જિદોમાં શબે મેઅરાજ પર્વ પ્રસંગે વિશેષ નમાઝના કાર્યક્રમમાં મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં જોડાયા હતા. વિશેષ નમાઝ મોટી સખ્યામાં મુસ્લિમ બિરાદરોએ અદા કરી હતી.
મક્કા મસ્જિદમાં અંજુમને અનીસુલ ઇસ્લામ કમિટી દ્વારા પરંપરા મુજબ શબે મેઅરાજ પર્વ પ્રસંગે વિશેષ જીક્ર શરીફનો કાર્યક્રમ અાયોજિત થયો હતો. જેમાં મોટી સંખ્યામાં.મુસ્લિમ બિરાદરો જોડાયા હતા. મક્કા મસ્જિદના ખતીબો ઇમામ મૌલાના તૌસિફ અશરફીએ દેશ અને દુનિયામાં શાંતિ કાયમ રહે એ માટે ખાસ દુઅા ગુજારી હતી. પાલેજ પંથકના સાંસરોદ, હલદરવા, વલણ, ઇખર, માંકણ, કંબોલી તેમજ ટંકારીયા જેવા મુસ્લિમ વસ્તી ધરાવતા ગામોમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ખુબ જ ઉમંગભેર શબે મેઅરાજ પર્વની ઉજવણી થઇ હોવાના અહેવાલ સાંપડ્યા છે…