Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાલેજ પોલીસે જંગી વિદેશી દારૂનો જથ્થો ઝડપી 3 આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

Share

ભરૂચ તાલુકાનાં પાલેજ પોલીસે જંગી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. ભરૂચ જીલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાની સૂચના અનુસાર ભરૂચનાં પી.આઇ. બી.પી. રજયાની ટીમ સાથે મળેલ બાતમીનાં આધારે વિદેશી દારૂ ઝડપી પાડયો હતો. જેની વિગત જોતાં પાલેજ ઓવરબ્રિજ નજીક આવેલ પંચવટી હોટલ પાસે સિલ્વર કલરની ઇકો ગાડીમાં બે મીણિયા થેલામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપાયો હતો. જેમાં રોયલ વ્હીસ્કીની બોટલ નંગ 72, તેમજ અન્ય દારૂ મળી કુલ રૂ.31,000 કરતાં વધુ કિંમતનો દારૂ, મોબાઈલ તેમજ અંગ ઝડતીનાં રૂ.1500 અને ઇકો ગાડી મળી કુલ 1,34,000 કરતાં વધુ મત્તા પોલીસે જપ્ત કરી હતી. આ બનાવમાં ત્રણ આરોપી જેમાં 1) કમલસિંહ સુપરસિંહ પચાયા રહે. કાટકુવા જી.અલીરાજપુર મધ્યપ્રદેશ 2) આજમસિંગ રેમા બામણીયા રહે. લીલુમરી ગામ જી. અલીરાજપુર મધ્યપ્રદેશ 3) ધૂળકિયા છગન ભૂરીયા રહે.કાટકૂવા મધ્યપ્રદેશનો સમાવેશ થાય છે.

Advertisement

Share

Related posts

ભરૂચ:બીજેપી ઉમેદવાર મનસુખ વસાવા 29153 મતથી આગળ…

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં શબેબરાત પર્વની મુસ્લિમ બિરાદરો દ્વારા સાદગીપૂર્વક અને સરકારની માર્ગદર્શિકા મુજબ ઉજવણી કરાઇ હતી.

ProudOfGujarat

રાજપારડી ચાર રસ્તા પરથી મોટરસાયકલ ચોરીનો વોન્ટેડ આરોપી ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!