રાજ્ય સરકાર રાજ્યનાં ગ્રામીણ વિસ્તારનાં પશુ પાલકોને ઘેર બેઠા નિ:શુલ્ક પશુ સારવાર મળી રહે તેવા આશયથી મોબાઈલ પશુ દવાખાનાની સુવિધા શરૂ કરાવી છે જેને ભરૂચ તાલુકાનાં દસ ગામ પાલેજ, કિશનાડ, કંબોલી, સીમલીયા, ટંકારીયા, વરેડિયા, ઘોડી, અડોલ, કહાન તથા સેગવા ગામો માટે ખાતે મોબાઈલ પશુ દવાખાનાની ફાળવણી કરવામાં આવી છે તેનું લોકાર્પણ પાલેજ ગ્રામ પંચાયત સદસ્ય સલીમ વકીલ હસ્તે કરવામાં આવ્યું હતુ. માણસોને બચાવવા જેમ ૧૦૮ એમ્બ્યુલન્સ છે તેમ હવે પશુઓની સારવાર માટે રાજ્ય સરકારે ૧૯૬૨ મોબાઈલ વાન શરૂ કરી છે. જેનાંથી પશુનાં રોગનાં નિદાન સારવાર ઓપરેશન કરવામાં આવશે. મોબાઈલ પશુ દવાખાનાને પાલેજથી પ્રસ્થાન કરાવી હતી. પશુ ચિકિત્સક વિનય ભાઈનો મોબાઈલ નંબર ૮૯૧૯૦૩૪૭૮૯ છે.ઉપરોક્ત દશ ગામોનાં પશુપાલકોએ પશુ સારવાર માટે સંપર્ક કરવાં અનુરોધ કર્યો છે.
ઇમરાન ઐયુબ મોદી-પાલેજ
Advertisement