પાલેજ તા.03/05/2019
પાલેજ ની બેંક ઓફ બરોડા શાખા એ પાલેજ રેલવે સ્ટેશન સામે એટીએમ ઉપર મુકેલા સિકયુરિટી ગાર્ડ મેં મહિના ની પહેલી તારીખ થી સદંતર બંધ કરી એટીએમ ને નધનિયાણ છોડી મુકવામાં આવ્યું છે. વળી અહીંના એટીએમમાં પૈસાની અછત કાયમી સમસ્યા બની જવા પામી છે. જેને પગલે રાત્રે તથા મધરાતે ગ્રાહકો મુસીબતમાં મુકાઈ રહ્યા છે.
પાલેજ રેલવે સ્ટેશન સામે એટીએમ ઉપર અગાઉ ત્રણ પાળીમાં ગાર્ડ મુકવામાં આવેલાં હતાં. સમય જતાં બે પાળી માં ગાર્ડ રહ્યા હતાં. બે મહિના થી ફક્ત રાત્રી નાં ૧૧ થી ૭ ની પાળી માં ગાર્ડ હતાં. હાલમાં પહેલી મેં થી રાત્રીનાં ગાર્ડને પણ હટાવી લેતાં એટીએમ નધનિયાણ બની ગયું છે. એટીએમની સાફ સફાઈ થી માડી તેની સિકયુરિટીની ફરજ ઉપરાંત ગ્રાહકોને પણ ગાર્ડ મદદ રૂપ થઈ કામગીરી બાજવતાં હતાં. રેલવે સ્ટેશન સામેનાં એટીએમ ઉપરનાં કી-બોર્ડ ઉપરનાં નંબરો સુધ્ધા ધસાય જતાં ગાર્ડ ગ્રાહકોને મદદ કરે છે. કેશની જાણકારી પણ ગ્રાહકો ને આપે છે. ગાર્ડ ની સેવા બંધ કરતાં એટીએમ ની સાફ સફાઈની કામગીરી અટકી પડી છે.તેમજ લાંબા સમય થી એટીએમમાં કેશ નિયમિત રીતે ભરવામાં ન આવતા ગ્રાહકો મુસીબત માં મુકાઈ રહ્યા છે. અહીંના એટીએમ માં નિયમિત કેશનું ભરણ કરી સિકયુરિટી ગાર્ડને પુનઃ મુકવામાં આવે એવી ગ્રાહકો માંથી માંગ ઉઠવા પામી છે.
ઇમરાન ઐયુબ મોદી- પાલેજ