ભારત અને ચીનની સરહદે ચાલતાં તણાવમાં ભારતનાં અનેક જવાન શહીદ થયાં છે. ત્યારે ચીનની આંડોડાઈ સામે દેશ ભરમાં આંતરિક રોષ ફેલાયો છે. તેવામાં પાલેજ જી.ભરૂચ ખાતે ચાઈનીઝ આઇટમોનો બહિષ્કાર કરવામાં આવે એવું આહવાન જમીયતનાં સેક્રેટરીએ કર્યું હતું.પાલેજ ખાતે સોમવારે 11 કલાકે જન મેદની દ્વારા ભારતીય જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી.પાલેજ અંકુર સોસાયટી નજીક જમીયતની ઓફિસે ચાઇનાની આઇટમોનો બહિષ્કાર કરવાનું આહવાન ગુજરાત જમીયતનાં સેક્રેટરી અબ્દુલ કૈયુમ પટેલે કર્યું હતું. બેનરો સાથે ચીનનો વિરોધ નોંધાવી દેશવાસીઓમાં જાગૃતા ફેલાવી હતી. આ તકે પાલેજનાં મુસ્તુફાભાઈ લાંગિયા, મહંમદ સફી પટેલ, મકસૂદ ઈબ્રાહીમ મુકરદમ પટેલ, દેવીલાલ, મહેશ મિસ્ત્રી, પ્રભુ રાજેસ્થાની ઉપસ્થિત રહ્યાં હતાં.
ઇમરાન ઐયુબ મોદી-પાલેજ
Advertisement