ન્યૂઝ ૧૮ ઇન્ડિયા નામની ન્યૂઝ ચેનલ ઉપર એક ચર્ચા દરમિયાન એન્કર અમીશ દેવગણ દ્વારા ડિબેટમાં ભાગ લેનાર તમામ સામે ખ્વાજા મોઇનઉદ્દીન ચિસ્તી(ર.અ) વિષે અભદ્ર ભાષાનો પ્રયોગ કરવા બદલ તેઓની વિરુદ્ધ એફ આઈ.આર દાખલ કરવામાં આવે એવું આવેદન પત્ર કરજણનાં આગેવાનો દ્વારા જિલ્લા પોલીસ વડા તેમજ કરજણ પી.આઈ ને પાઠવવામાં આવ્યું હતું. કરજણ નગર ખાતે તારીખ ૧૯ મી જૂનનાં રોજ કરજણનાં આગેવાનો દ્વારા કરજણ પોલીસ મથક ખાતે પી.આઈ બી.રજીયાને એક લેખિત ફરિયાદ દ્વારા ન્યૂઝ ચેનલ ૧૮ ઇન્ડિયા નામની ચેનલ દ્વારા તેના એન્કર એમીશ દેવગણ તથા તમામ ડિબેટમાં ભાગ લેનાર પેંલિસ્ટઓ દ્વારા ભેગા મળીને તારીખ ૧૫ નાં રોજ ૭-૩૦ વાગ્યાના લાઈવ ડિબેટમાં “આરપાર મેં આજ સબસે નઈ બહસ’ નામે ડિબેટનું આયોજન કર્યું હતું. આ ડિબેટમાં જાણી જોઈને મુસ્લિમ ધર્મનાં સૂફીસત ખ્વાજા મોઇનઉદ્દીન ચિસ્તી ર.અ વિષે ચેનલનાં એન્કર અમીશ દેવગણ દ્વારા “અકરાણ કા ચિસ્તી આયા લૂંટરા ચિસ્તી આયા ઉસકે બાદ ધર્મ બદલે” જેવા નિમ્ન શબ્દોનો પ્રયોગ કરેલ છે. જેથી આ સ્પષ્ટ દેખાય રહેલ કે આ ડિબેટનું આયોજન જાણી જોઈને મુસ્લિમ ધર્મનાં લોકોની લાગણી દુભાવા તેમજ બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાવી દુશ્મનાવટ ઉભી કરી દેશની એકતા તોડવા માટે ઈરાદે આયોજન બદ્ધ રીતે સડયંત્ર રચીને કરવામાં આવેલ છે જેથી તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી. કરજણ પોલીસ મથક ખાતે કરજણનાં સાબરી એજ્યુકેશન ટ્રસ્ટનાં પ્રમુખ સૈયદ સોકત અલી સાબીર અલી કરજણનાં મુસ્લિમ આગેવાનો સૈયદ સાજીદ અલી/મૌલાના યાસીન અસરફી/પઠાણ આસિફ/મુબારક પટેલ/જાવેદ ભાઈ/સૈયદ મોઇન શરફી ઉપસ્થિત રહી ફરિયાદ દાખલ કરવાં નિવેદન આપ્યું હતું.
ખ્વાજા સાહેબની શાનમાં ગુસ્તાખી કરનાર વિરુદ્ધ સૈયદ સોકત અલી સબીર અલીએ કરજણ પોલીસ સમક્ષ લેખિત ફરિયાદ આપી.
Advertisement