ન્યૂઝ ૧૮ ઇન્ડિયા નામની ન્યૂઝ ચેનલ ઉપર એક ચર્ચા દરમિયાન એન્કર અમીશ દેવગણ દ્વારા ડિબેટમાં ભાગ લેનાર તમામ સામે ખ્વાજા મોઇનઉદ્દીન ચિસ્તી(ર.અ) વિષે અભદ્ર ભાષાનો પ્રયોગ કરવા બદલ તેઓની વિરુદ્ધ એફ આઈ.આર દાખલ કરવામાં આવે એવું આવેદન પત્ર પાલેજનાં આગેવાનો દ્વારા જિલ્લા પોલીસ વડા તેમજ પાલેજ પી.આઈને પાઠવવામાં આવ્યું હતું. પાલેજ નગર ખાતે તારીખ ૧૮ મી જૂનનાં રોજ પાલેજનાં આગેવાનો દ્વારા પાલેજ પોલીસ મથક ખાતે પી.આઈ બી.રજીયાને એક લેખિત ફરિયાદ દ્વારા ન્યૂઝ ચેનલ ૧૮ ઇન્ડિયા નામની ચેનલ દ્વારા તેના એન્કર એમીશ દેવગણ તથા તમામ ડિબેટમાં ભાગ લેનાર પેંલિસ્ટઓ દ્વારા ભેગા મળીને તારીખ ૧૫ ના રોજ ૭:૩૦ વાગ્યાના લાઈવ ડિબેટમાં “આરપાર મેં આજ સબસે નઈ બહસ’ નામે ડિબેટનું આયોજન કર્યું હતું. આ ડિબેટમાં જાણી જોઈને મુસ્લિમ ધર્મનાં સૂફીસત ખ્વાજા મોઇનઉદ્દીન ચિસ્તી ર.અ વિષે ચેનલનાં એન્કર અમીશ દેવગણ દ્વારા “અકરાણ કા ચિસ્તી આયા લૂંટરા ચિસ્તી આયા ઉસકે બાદ ધર્મ બદલે” જેવા નિમ્ન શબ્દોનો પ્રયોગ કરેલ છે.જેથી આ સ્પષ્ટ દેખાય રહેલ કે આ ડિબેટનું આયોજન જાણી જોઈને મુસ્લિમ ધર્મનાં લોકોની લાગણી દુભાવા તેમજ બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાવી દુશ્મનાવટ ઉભી કરી દેશની એકતા તોડવા માટે ઈરાદે આયોજન બદ્ધ રીતે સડયંત્ર રચીને કરવામાં આવેલ છે જેથી તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી.પાલેજ પોલીસ મથક ખાતે બપોરે પાલેજનાં જફુરખાંન પઠાણ તેમજ મુસ્તુફા પટેલ સહિત પાલેજનાં ઈમતયાઝ રાજા, સલીમ મેમણ, ફારૂકભાઈ લાંગિયા, અજમલખાન નવાબ, શબ્બીર પઠાણ મામા, સિકંદર પઠાણ, ઇલ્યાશ પેપરવાલા સહિત ગુજરાત જમીયતનાં સેક્રેટરી અબ્દુલ કૈયુમ પટેલે ઉપસ્થિત રહી ફરિયાદ દાખલ કરવાં નિવેદન આપ્યું હતું.ચીન સરહદે દેશનાં નવ જવાનો શહીદ થયાનાં માનમાં બે મિનિટ મૌન પાડવામાં આવ્યું હતું.
ઇમરાન ઐયુબ મોદી.પાલેજ
ખ્વાજા સાહેબની શાનમાં ગુસ્તાખી કરનાર વિરુદ્ધ આગેવાનો દ્વારા પાલેજ પોલીસ સમક્ષ લેખિત ફરિયાદ આપી.
Advertisement