Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઇખર ગામમાં નિશુલ્ક ચશ્મા વિતરણ કાર્યક્રમ યોજાયો…

Share

 
 
 
પાલેજ :- પાલેજ નજીક અાવેલા આમોદ તાલુકાના ઇખર ખાતે સિવિલ હોસ્પિટલના સહયોગથી નિશુલ્ક ચશ્મા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માતરના સબ સેન્ટર ઇખર ખાતે ગત રોજ નિશુલ્ક ચશ્મા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. ઇખરના સ્લમ વિસ્તાર એવા ઓચ્છણવાળી નવી નગરી ખાતે આવેલા આંગણવાડી કેન્દ્ર ઉપર દ્રષ્ટિ ખામીથી પીડિત ૪૦ વર્ષથી વધુ વયના જરૂરતમંદ દર્દીઓને સિવિલ હોસ્પિટલ ભરૂચના સહયોગથી નિશુલ્ક ચશ્માનું વિતરણ કરાયું હતું. જેમાં ૨૫૨ થી વધુ લાભાર્થીઓએ તેનો લાભ લીધો હતો. આ શિબિરમાં ભરૂચ સિવિલ હોસ્પિટલના તબીબ સંદીપલ શાહ તેમજ માતર આરોગ્ય કેન્દ્રના આસીસ્ટન્ટ ડો. જાગૃતિ બેને સેવા આપી હતી. સામાજિક કાર્યકર ડો. યુનુસભાઇ તલાટીએ શિબિરને સફળ બનાવવા ખુબ સારી જહેમત ઉઠાવી હતી..

Share

Related posts

સુરત : ભારે વરસાદના પાણીમાં 50 મુસાફરો ભરેલી બસ ફસાઇ : ટ્રેક્ટરની મદદથી લોકોનું કર્યું દિલધડક ઓપરેશન.

ProudOfGujarat

પંચમહાલ-શહેરનગર અને ગ્રામીણ વિસ્તારમાં લોકડાઉનનો ચૂસ્ત અમલ

ProudOfGujarat

ભરૂચ અને નર્મદા જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં નેટવર્ક પકડાતું ન હોવાના પગલે વિદ્યાર્થીઓને ભણતર અંગે નુકસાન સાંસદ મનસુખ વસાવાએ કેન્દ્રીય મંત્રી રમેશ પોખરીયાલને પત્ર લખ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!