પાલેજ તા.૨૭-૦૪-૨૦૧૯
ભરુચ સહિત સમગ્ર પંથક માં અસહ્ય ગરમી નો દિવસ એટલે શનિવાર હતો.સવારથી જ જાણે ગરમી તેની પરાકાષ્ઠા વટાવી જશે એવું લાગતું જ હતું.પવન ની ગતિ નહિવત ૧૬ કિ.મી ની ઝડપે હતી. ઝાડ ઉપર નાં પાન સ્થિર થઈ સહેજ પણ હલન ચલન કરવાની સ્થિતિ માં નાં હતાં.ગરમી ૪૫ ડીગ્રી પાર નીકળી જશે એવી હવામાન ખાતાં એ કરેલી આગાહી અંશતઃ સાચી ઠરી હતી.
ભરુચ જિલ્લા સહિત પાલેજ પંથક માં ગરમી ની માત્ર એટલી હદ પાર કરી ગઈ હતી કે સિંગલ રહેઠાણો માં એરકન્ડિશન પણ પોતાની ક્ષમતાં ગુમાવી દીધી હતી. રહેઠાણો ઉપર ની પાણી ની પ્લાસ્ટિક ની ટાંકીઓ માંથી અસહ્ય ગરમ ગરમ પાણી બાથરૂમો નાં નળો માં આવતું હતું. અંગ્રેજી માધ્યમ ની કેટલીક સ્કૂલો ને બાદ કરતાં લગભગ સરકારી સ્કૂલો માં બાળકો ને વેકેશન પડી ગયું છે. બાળકો સવારે ૧૧વાગ્યાં સુધી માંડ શેરી ઓ માં ખુલ્લી જગ્યા ઓ માં બોલ બેટ રમે છે.જેમ દિવસ ચઢતો જાય છે.ગરમી નો પારો વધતો જાય છે.આજ નો શનિવાર અસહ્ય હતો. રહેઠાણો માં સિલિંગ પંખા ની હવા ગરમ લાય જેવી લાગતી હતી.પાછળ ની કેટલીક મોડી રાત્રીઓ થી પવન ની લહેરકી પણ નહીં નીકળતાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે.
લગ્નસરાની મોસમ માં એક વ્યક્તિ જઇ ગરમી નાં કારણે ફક્ત સામાજિક વ્યવહાર સાચવી આવે છે. ગરમી નો વધતો જતો પારો ચિંતા દાયક બની ગયો છે. સમી સાંજે જે પ્રકાર નું બાફરા વાળું વાતાવરણ રહે છે એ જોતાં લોકો આખા દિવસ ની ગરમી કેટલી ભયંકર હતી તેનો ક્યાશ કાઢે છે.બપોરે રહેઠાણો માં લોકો ગરમી થી બચવા કેદ થઈ જાય છે. બઝારો માં ઘરાકી ૧૨ વાગ્યાં નાં ટકોરે બંધ પડી જાય છે.જે મોડી સાંજે છ વાગ્યાં નાં લોકો બહાર નીકળે છે.બઝારો માં શાકભાજી ની અછત ઉભી થતાં ભાવો વધી ગયાં છે. પાકી કેરી નાં બઝારો ઉંચા છે. રમજાન મહિનો શરૂ થતાં પૂર્વે બઝારો માં ખાદ્યપદાર્થો ની ખરીદી નીકળી છે.અવનવી વાનગી ઓ બનાવા માટે ની પૂર્વ ત્યારી ઓ થતાં બઝારો માં નવીન ચીજ વસ્તુઓ રમજાન માટે નાં રોજ ઇફતાર માટે ની જોવા મળી રહી છે.ગરમી નાં કારણે લોકો પરેશાન છે.બઝારો માં નાછૂટકે આવી રહ્યા છે.ચૈત્ર મહિના નાં અંતિમ દિવસો માં ગરમી નો પારો ખુબજ વધી રહ્યો છે.વૈશાખ મહિનો શરૂ થવાને આઠ દિવસ ની રાહ જોવાય રહી છે.વૈશાખી વાયરા ફૂંકાય તો આગામી દિવસો માં રમજાન માસ માં રોજદારો ને મોટી રાહત થઈ શકે એમ છે.
ઇમરાન ઐયુબ મોદી- પાલેજ