ઇમરાન ઐયુબ મોદી
પાલેજ તા.૨૭/૦૪/૨૦૧૯
પાલેજ નજીક આવેલા વડોદરા જિલ્લાના સૌથી મોટા ગામ વલણ ખાતે આવેલી બેંક ઓફ મહારાષ્ટ્ર શાખામાં એ.ટી.એમ ની સુવિધા કાર્યરત કરાતા ગ્રામજનોમાં હર્ષની લાગણી વ્યાપી જવા પામી હતી. શનિવારના રોજ વડોદરા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મુબારક પટેલે ગામ આગેવાનોની ઉપસ્થિતિમાં રિબીન કાપી એ.ટી.એમ મશીનને ખુલ્લુ મુક્યું હતું.
Advertisement
આ પ્રસંગે મુબારક પટેલે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી બેંક ઓફ મહારાષ્ટ્ર શાખાના ખાતેદારોને એ.ટી.એમ મશીનની સુવિધા પ્રાપ્ત થાય એ માટે તાલુકા સદસ્ય સીરાજભાઇ ઇખરીયા, ગામના સરપંચ તેમજ ગામ આગેવાનોએ વારંવાર બેંક મેનેજર સહિત ઉચ્ચ કક્ષાએ રજુઆતો કરતા છેવટે વલણ ગામને એ.ટી.એમ ની સુવિધા પ્રાપ્ત થઇ હતી. મુબારક પટેલે સીરાજભાઇ ઇખરીયા સહિત સરપંચ, ઉપસરપંચ તેમજ બેંક મેનેજરનો આભાર વ્યક્ત કર્યો હતો.