પાલેજ ગ્રામ પંચાયત દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરીનો આરંભ કરતા વરસાદી પાણી ના નિકાલ અંગેનાં કાસની સફાઈ કામગીરીનો ગામ તળાવથી પ્રારંભ કર્યો છે. પાલેજ ગ્રામ પંચાયત દ્વારા ચોમાસાની પૂર્વ તૈયારીનાં ભાગ રૂપે પાલેજ ગામમાં તેમજ આસપાસ આવેલ પાણી નિકાલની કાંસોની જે.સી.બી ની મદદ સફાઈ હાથ ધરી હતી. જેના ભાગરૂપે આજરોજ પાલેજ ગામ તળાવથી સફાઈ કામગીરીનો આરંભ કરવામાં આવ્યો હતો, અહીં તળાવ પાસેથી પસાર થતી કાંસ સાંસરોડ હાઈવે તરફ જવાના પીઠાવાળા રસ્તે થઈ પાલેજ હાઈસ્કૂલ તેમજ રેલવે ગરનાળા સુધીનો કાસ જે કિસનાડ રોડની બાજુમાંથી પસાર થાય છે તેની સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી હતી. પાલેજ આંબલી સ્ટેન્ડ વિસ્તાર થઈ રાજાનગરનાં વળાંક સુધી સીમલીયા રોડ તરફ રીલીફ કમિટી સુધી કાસમાંથી ગંદકી, ઝાડી ઝાંખળની સફાઈ દર વર્ષની જેમ શરૂ કરાઈ હતી.
ઇમરાન ઐયુબ મોદી-પાલેજ
Advertisement