Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઇખર ગામનાં નવયુવાનો તરફથી પાલેજ – કરજણ વચ્ચે હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકોને નાસ્તા તેમજ પાણીની બોટલોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Share

ભરૂચનાં પાલેજ નજીક આવેલા આમોદ તાલુકાનાં ઇખર ગામનાં નવયુવાનો તરફથી હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકોને નાસ્તા તેમજ પાણીની બોટલોનું વિતરણ કરવામાં આવ્યુ હતું. લોક ડાઉનને બે માસ વીતી ગયા હોવા છતાં હજુ પણ જરૂરતમંદોને તેમજ હાઇવે પરથી પસાર થતા વાહન ચાલકો માટે સેવાભાવી લોકો દ્વારા સેવાકીય પ્રવૃતિઓ અવિરત થઇ રહી છે. ભરૂચનાં ઇખર ગામનાં ભોમતવાડી વિસ્તારનાં યુવાનોએ પાલેજ – કરજણ વચ્ચે હાઇવે પરથી પસાર થતા વાહનચાલકોને નાસ્તા તેમજ પાણીની બોટલોનું વિતરણ કરી એક સરાહનીય સેવાભાવી કાર્ય કર્યું હતું. ધોમધખતા તાપમાં વાહન ચાલકોને મદદરૂપ બનનાર યુવાનોની સેવાકીય પ્રવૃતિઓની ચોમેરથી પ્રશંસાઓ સાંભળવા મળી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા બે માસથી કોરોના મહામારીના પગલે લોકડાઉન હોઇ હાઇવે પર આવેલી હોટલો બંધ હોવાથી પસાર થતા વાહન ચાલકો માટે મદદરૂપ બનનાર સેવાભાવી સંસ્થાઓ, સેવાભાવી લોકો તેમજ સખીદાતાઓ સંજીવની સમાન પુરવાર થવા પામ્યા છે.

Advertisement :

Advertisement

Share

Related posts

ઝઘડિયા જીઆઇડીસીની કંપનીના કામદારોની વિવિધ માંગણીઓને લઇને હડતાળ.

ProudOfGujarat

સાઉથ આફ્રિકામાં કારનું ટાયર બ્લાસ્ટ થતા ભરૂચના 3 યુવાનનાં મોત.

ProudOfGujarat

નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં વીજ પુરવઠાની સમસ્યા નિવારવા બેઠક યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!