અહેવાલ- ઇમરાન ઐયુબ મોદી- પાલેજ
પાલેજ ખાતે કોમી એકતા ભાઈચારો અને માનવ સેવાના હિમાયતી તથા ઘેર ઘેર ગાય પાળો નાં ઉપદેશક પીર મોટામિયાં નાં મેળા માં એકત્રિત વિવિધ કોમનાં શ્રદ્ધાળુઓ ની ઉપસ્થિતિ માં પાલેજ ચીસતીયા નગર કમ્પાઉન્ડ ખાતે પીર મોટામિયાં બાવા ની સમાધિ ખાતે ગુરુવાર ની સાંજ થી શરૂ થયેલા મેળા માં સંદલ શરીફ વિધિ કાર્યક્રમ યોજાયો હતો.
શુક્રવારે રાત્રે ડો.માતાઉદીન ચિસ્તી રચિત પુસ્તક “અસ્તિત્વ નો અર્ક”ની વિમોચન વિધિ કાર્યક્રમ સલીમુદ્દીન ચિસ્તી સાહેબ નાં સાનિધ્યમાં યોજાયું હતું. જેમાં જાણીતાં સાહિત્યકારો સર્વશ્રી ડો દિનકર જોશી ડો.સુભાષ ભટ્ટ અને પત્રકાર લેખક શ્રીમતી જ્યોતિ ઉનડકર,ડો.દક્ષેશ ઠાકર પૂર્વ કુલપતિ દ. ગુ.યુ.ગુજરાત યુનિવર્સિટી.તેમજ પ્રકાશક ચંદ્રમોલી શાહ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ડો. મતાઉદ્દીન ચિસ્તી પીરઝાદા એ પોતાની આગવી ફિલોસોફી માં જણાવ્યું હતું કે “જો મૃત્યુ બાદ તમારે નાં ભૂલાવું હોય તો બે કામ કરો એક એવું કંઈ લખાણ લખો જે વાંચવા યોગ્ય હોય અથવા એવું કંઈ કાર્ય કરો જે લખવા યોગ્ય હોય એમ સમજણ આપી હતી.તેઓ એ વધુ માં આ જીવન માં જેટલું સંભળાય છે જેટલું દેખાય છે તેમજ જેટયું વંચાય છે એ બધું નાં સમજાય તે માન્યું પરંતુ આ બધાં માંથી જેટલું સમજવું જોઈએ એ પણ નાં સમજાય એ આશ્ચર્ય માં મૂકે છે એમ જણાવ્યું હતું કે સજ્જન બને તો માનવી રાહબર થઈ શકે અને દુર્જન બને તો માનવી પામર થઈ શકે. વધુ માં ભાગ્ય નાં ભરોસે રહેવાની ભૂલ અસ્વીકાર્ય છે પુરુસાર્થ કરે તો ગમે તે પગ ભર થઈ શકે છે.
અંતમાં તેઓ એ આપણે બધાં એ અસ્તિત્વ નાં અભિમાન ને ભૂલી જઈ એક વાક્ય માં સમજાવ્યું હતું કે પ્રાથમિકતા ફક્ત અસ્તિત્વ નાં અભિમાન ને મટાડવાની હોય છે કુદરત પ્રત્યે નો પોતાની અડગ વિશ્વાસ વ્યક્ત કરતાં સરસ મજાના શેર રજૂ કર્યોં હતો.”એની ખુદાઈ માં મારો અડગ વિશ્વાસ બચ્યો છે, બધું ક્યાં થયું છે પૂરું ઘણો ઇતિહાસ બચ્યો છે, શંકા કુ શંકા હશે અન્ય ને મારુ માનવું છે કે એના અસ્તિત્વ થી મારો શ્વાસ બચ્યો છે. એવી વાત રજૂ હાજર જનો ને મંત્ર મુગ્ધ કરી દીધા હતાં. તેઓ એ પુસ્તક અસ્તિત્વ નાં અર્ક નાં વિમોચન પ્રસંગે ઉપસ્થિત તમામ મહાનુભાવો અને અનુયાયો નો આભાર માન્યો હતો.