કોરોનાની મહામારીમાં ગરીબ લોકોની ભૂખ સંતોષવા પાલેજ ખાતે કોંગ્રેસનાં માજી જિલ્લા સદસ્યના મકબુલ અભલી હસ્તે જરૂરિયાત મંદ કુટુંબોમાં બુધવારનાં રોજ અનાજની કીટનું વિતરણ કરાયું હતું. પાલેજ ખાતે જિલ્લા પંચાયતના સદસ્ય મરિયમ બેન અભલીનાં સહયોગથી ભરૂચ તાલુકાનાં ૧૨ જેટલા ગામોમાં અનાજની ૪૫૦૦ કિટો વિતરણ કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો હતો. જેની શરૂઆત પાલેજ ખાતેથી કરી અહીંના ગરીબ અને જરૂરતમંદ કુટુંબોમાં ૧૨૫૦ અનાજની કિટોનું વિતરણ કરવામાં આવ્યું હતું. કોરાનાનાં પગલે રોજિંદા કમાણી કરી જીવન નિર્વાહ કરતા લોકો મુસીબતમાં મુકાઈ ગયા છે,લોક ડાઉનનાં પગલે વેપાર, ધંધા તેમજ કારખાનાઓ પણ મહદઅંશે બંધ જ હોવાથી મેંહેનત મજુરી કરી રોજગારી મેળવતા લોકોની પરિસ્થિતિ દિન પ્રતિદિન દયનીય બની રહી સીધે એવામાં જિલ્લા પંચાયત ભરૂચનાં પાલેજ વિસ્તારનાં સદસ્ય મરિયમબેન અભલીનાં સહયોગથી ૧૨ જેટલાં ગામોમાં અનાજની કિટોનું વિતરણનાં ભાગરૂપે પ્રથમ પાલેજ ખાતે બુધવારે સાંજે ૬ વાગ્યા અનાજની કિટો વિતરણ કરાઇ હતી. જેમાં લોટ, ચોખા, તેલ, ખાંડ, ચાહ તેમજ જરૂરી મસાલા સહિતની ચીજ વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય મકબુલ ભાઈ અભલી તાલુકા પંચાયત સદસ્ય, મોહસીન ખાન પઠાણ તેમજ કિસનાડ ગામના સલિમ પઠાણ ઉપરાંત પાલેજ ટંકારીયાના કોંગ્રેસના યુવા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
ઇમરાન ઐયુબ મોદી-પાલેજ