પાલેજ ચીશતીયા નગર કમ્પાઉન્ડ માં ચૈત્રી પૂનમ નાં મેળા નો કોમી એખલાસ ભર્યા વાતાવરણ માં તૈય્યારીઓ નો આરંભ થયો છે.
૧૮મી એપ્રિલ ના રોજ સંદલ ની વિધિ માંગરોળ નાં ગાદીનસીન પીરઝાદા સલીમુદ્દીન ફરીદઉદ્દીન ચિસ્તી હસ્તે રાખવા માં આવી છે. જેના બીજા દિવસ એટલે કે ૧૯ મી એપ્રિલ નાં રોજ ભવ્ય મેળો ભરાશે.મેળા ની રાત્રે કવ્વાલી ના પોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મશહૂર કવ્વાલ સૂફી નિઝામ કવ્વાલી રજૂ કરશે.
કોમી એકતા અને ભાયચાર માટે જાણીતાં પીર નિઝામુદીન મોટા મિયા સાહેબ ની દરગાહ ઉપર દર વર્ષે હિન્દૂ મુસ્લિમ અનુયાયો મોટી સખ્યાં માં ઉપસ્થિત રહે છે અને મોડી રાત સુધી મેળા ની મજા માણે છે. જેથી આ મેળા ને ચૈત્રી પૂનમનો મેળો પણ કહેવાય છે.
આ પ્રસંગે ડો.માતાઉદ્દીન ચિસ્તી રચીત “અસ્તિત્વનો અર્ક” પુસ્તક નું વિમોચન પ્રસંગે જાણીતાં સાહિત્ય કરો સર્વશ્રી ડો.દિનકર જોશી,ડો.સુભાષ ભટ્ટ તેમજ પત્રકાર શ્રીમતી જ્યોતિ ઉનડકાર,વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી નાં પૂર્વ કુલપતિ ડો.દક્ષેશ ઠાકર પ્રકાશક ચંદ્રમોલી શાહ ઉપસ્થિત રહેશે. આશિષ વચન આદરણીય હિઝ હોલીનેશ સલીમુદ્દીન ચિસ્તી પીરઝાદા રજૂ કરશે.
ઇમરાન ઐયુબ મોદી – પાલેજ