પાલેજ :- પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માતરના સબ સેન્ટર ઇખરમાં આરોગ્ય સાંસદની ઉજવણી કરાઇ હતી. પ્રા.આરોગ્ય કેન્દ્ર માતરના સબ સેન્ટર ઇખર ખાતે ગત ૯ મી એપ્રિલના રોજ આરોગ્ય સાંસદની ઉજવણી કરવાંમાં આવી હતી. જેમાં આરોગ્યલક્ષી વિવિધ યોજનાઓનો પ્રચાર તેમજ લોકોમાં આરોગ્યની જન જાગૃતિ માટે બહેનોની વિશાળ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યોજનામાં કમિશ્નર શ્રી નાં આદેશ અનુસાર ૭+૪ યોજનાના મુદ્દાઓ વિષે આસીસ્ટન્ટ મેડીકલ ઓફિસર ડો. જે એચ પંડ્યા એ વિસ્તૃત માહિતી આપી લોકોને રસપ્રદ માહિતી પુરી પાડી હતી.
જેમાં સુવાવડ તો હોસ્પિટલ માં જ , દીકરો-દીકરી એક સમાન, દીકરી બચાઓ- દીકરી ભણાવો જેવા સૂત્રો વહેતા મૂક્યા હતા.આ સાથે સગર્ભા માતા અને બાળકોમાં કુપોષણ અંગે માહિતી અપાઈ હતી. આ સાથે શાળાના બાળકોને અંધત્વ નિવારણ સોસાયટી ભરૂચ તરફથી ચશ્માનું વિતરણ કરાયું હતું. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના પ્રમુખ શ્રી વાય આઈ તલાટીએ કર્યું હતું. સબ સેન્ટર ઇખરના જય શ્રી બેન રાણા અને રાહુલ ભાઈ વાળંદ પણ ઉપસ્થિત રહ્યા હતા…