Proud of Gujarat
FeaturedGujaratINDIA

જી.એસ.એફ.સી પાલેજ ડેપોનાં એક્ઝિક્યુટીવે 9 લાખ ૬૩ હજાર કંપનીમાં જમા નહીં કરાવતા ઉચાપતની ફરિયાદ દાખલ કરવામાં આવી.

Share

પ્રાપ્ત માહિતી અનુસાર જી.એસ.એફ.સી કંપની દ્વારા સ્થાપવામાં આવેલ આવેલ જી.એ.ટી.એલ કંપનીમાં ડેપ્યુટી મેનેજર (આઈ.આર) દ્વારા પાલેજ પોલીસ મથક ખાતે નોંધાવવામાં આવેલી ફરિયાદની વિગત અનુસાર જી.એસ.એફ.સી લિમિટેડ ફર્ટીલાઇઝર કંપની મુસાફરખાના બિલ્ડીંગમાં આવેલ પાલેજ ડેપોમાં જુનિયર એક્ઝિક્યુટિવ એગ્રી બિઝનેસ તરીકે નોકરી કરતા પોપટભાઈ જેઠાભાઈ પટેલ પ્રમુખસ્વામી નગર 1.છાણા જકાત નાકાં, વડોદરાના એ (૧)ડબલ્યુ એસ એફ ૧૩૦૧ જે ૪૦૪૫ પેકેટ કિંમત રૂ ૪,૧૦,૫૬૭ (૨)એમાં મેકટાઇન બેજોનેટ ૩૨૦ કિંમત.૧,૦૨,૪૦૦/- નો સ્ટોક વેચાણ રેકોર્ડ વેચાણ નહિ બતાવી તથા વેચાણ અંગેના બાકી હિસાબનાં ૪,૫૦,૦૭૦/-મળી કુલ કિંમત ૯,૬૩,૦૩૭/- ના કંપનીમાં જમા નહિ કરાવી કંપની સાથે વિશ્વાતઘાત તેમજ ઉચાપત કર્યાની ફરિયાદ નોંધાતાં ચકચાર વ્યાપી જવા પામી હતી. પાલેજ ડેપોમાં જુનિયર એક્ઝિકયુટીવ એગ્રી બિઝનેસ તરીકે કામ કરતા પોપટભાઈ જેઠાલાલ પટેલ ડેપોમાં ખાતર તેમજ દવાઓનાં લે-વેચ કરવા તેમજ દવા ખાતર સ્ટોક એકાઉન્ટમાં ઉધારવાની તથા ડેપોનો વહીવટ કરવાની પૂર્ણ જવાબદારી પોપટભાઈની હતી. ૧૪ માર્ચના રોજ gsfc કંપનીના એરીયા બિઝનેસ હેડ જે.એમ.વૈષ્ણવનો રેન્ડમલી સિસ્ટમ ચેક કરતાં પાલેજ ડેપોમાં શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન જણાય આવતા આ બાબતે પોપટભાઈ સાથે ટેલિફોનિક વાત કરતાં તેઓએ સંતોષકારક જવાબ આપ્યો ન હતો તે પછી ૧૪ માર્ચના રોજ પી.એચ. ધામલીયા ભરૂચ વેરહાઉસ ઇન્ચાર્જપાલેજ ડેપોમાં સ્ટોક તેમજ વેચાણ ચેક કરતા શંકાસ્પદ જણાય આવતાં તેઓએ જે.એમ વૈષ્ણવને જાણ કરેલ ત્યારબાદ કંપનીએ પોપટભાઈ પાસેથી ચાર્જ લઇ આર.એન પટેલ કરજણ ડેપોનાંઓને એડિશનલ ચાર્જ આપ્યો હતો અને આર.એન પટેલ ના હોય ૭ માર્ચ ના રોજ ચાર્જ સંભાળતાં પહેલાં ડેપોનું વેચાણ સ્ટોક એકાઉન્ટ વગેરે ચેક કરતા)(૧) ડબ્લ્યૂ એફ એસ જે ૪૦૪૫ પેકેટ કિંમત રૂપિયા ૪,૧૦,૫૬૭/-તથા એમાં એકટાઇન બેજોનેટ જે ૩૨૦/-કિંમત રૂપિયા ૧,૦૨,૪૦૦/- સ્ટોક રેકોર્ડ ઉપર હોય પરંતુ ફિઝિકલ જોવા મળેલ નહિ તથા વેચાણની વિગત ચેક કરતાં ૪,૫૦,૦૭૦નો હિસાબ મળેલ નહિ અને ઉચાપત થયેનું જણાય આવતાં કંપનીએ પોપટભાઈને ખુલાસો કરવાનું કહેતાં પોપટભાઈએ કોઈ ખુલાસો આપેલ નહીં અને તેઓએ કંપનીને ઉચાપતની રકમ ચૂકવવાની બાંહેધરી આપેલ પરંતુ તે પણ નહીં ચૂકવતાં કે કંપનીમાં જમા નહિ કરાવતાં તારીખ ૧૯ મે ના રોજ પાલેજ પોલીસ મથકે પોપટ ભાઈ વિરુદ્ધમાં કંપની એ ફરિયાદ દાખલ કરાવતાં સહકારી તેમજ કંપની ક્ષેત્રમાં ચકચાર મચી જવા પામી હતી.

ઇમરાન ઐયુબ મોદી-પાલેજ

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા પાંચબત્તી સર્કલ પાસે વિકાસના નામે વધતાં ભાવ મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું.

ProudOfGujarat

ભરૂચ : બી.પી.એલ કાર્ડ ધારકોને સસ્તુ અનાજ ન મળતા જયભારત ઓટો રિક્ષા એસોસિએશન દ્વારા મામલતદારને રજૂઆત.

ProudOfGujarat

ગોધરાના બે જુનિયર ખેલાડીઓએ નામ કર્યુ રોશન? જાણો કોણ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!