વડોદરા જિલ્લા પંચાયતના લોકલાડીલા નેતા અને ઉપપ્રમખ એવા મુબારકભાઈ પટેલ દ્વારા જિલ્લા પંચાયતની તમામ ગ્રાન્ટની રકમ કોરોના વિરુદ્ધના જંગમાં વાપરવા જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી.વડોદરા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મુબારક પટેલે એક આવેદનપત્ર પાઠવી જિલ્લા વિકાસ અધિકારી વડોદરાને જણાવ્યા અનુસાર દેશમાં કોરોના મહામારીમાં ૬૨,૯૩૯ થી મોટી સંખ્યામાં દર્દીઓનાં કેસ પોઝિટિવ આવ્યા છે અને તેમાં ૨૧૦૯ નાં અત્યાર સુધીમાં મોત થયા છે. વડોદરા જિલ્લા પંચાયતની તમામ ગ્રાન્ટો જેમ કે સ્ટેમ્પ ડ્યુટી, રેતી કંકર તથા સ્વભંડોળની ગ્રાન્ટ વડોદરા જિલ્લા નાગરિકોના આરોગ્ય તથા તેઓની સલામતી અને તેઓની રોજિંદી જિંદગીની ચીજ વસ્તુઓ પાછળ વાપરવામાં આવે ગ્રાન્ટનો હેતુ સરે તેમ છે. દેશમાં કોરોના વાયરસ સંક્રમણનું પ્રમાણ વધી રહ્યું છે તેમાં ગુજરાતમાં મહારાષ્ટ્ર પછી સૌથી વધુ કેસો છે એમાં પણ વડોદરા શહેરમાં વધુ કેસો હોય અને વડોદરા જિલ્લામાં પણ મહામારી પ્રવેશેલ હોય તેવા સમયે કરોડો રૂપિયાની ગ્રાન્ટ હાલમાં વડોદરા જિલ્લા પંચાયતમાં જમા છે તેવી ગ્રાન્ટ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈ વડોદરા જિલ્લાના નાગરિકોના આરોગ્ય તથા નાગરિકોની આજીવિકા અને વડોદરા જિલ્લાના તમામ પ્રાથમિક શાળાઓના તથા માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ માટે નોટબુકો ફુલસ્કેપ ચોપડાના સર્વે કરાવી વડોદરા જિલ્લા પંચાયત તરફથી આપવા જોઈએ જિલ્લા પંચાયત તરફથી આપવા જોઈએ. લોક ડાઉનને 50 દિવસ ઉપર થયેલ છે કોરોના સામે લડત હજી ચાલવાની છે તેવા સમયે ગરીબ અને મધ્યમ વર્ગ ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરી રહેલ છે. તેવા સમયે જ્યારે વેકેશન પછી સ્કૂલો ખુલશે ત્યારે વિદ્યાર્થીઓના વાલીઓ પાસે નોટબુક ફૂલ સ્કેપ ચોપડા લાવવા માટેની મુશ્કેલી હશે આવા સમયે વડોદરા જિલ્લાના નાગરિકોને અન્ય સુવિધાઓ જેવી કે ઇલેક્ટ્રિક લાઈટના ટાવર, તળાવના બ્યુટીફીકેશન, સંરક્ષણ દીવાલ જેવી સુવિધાઓની જરૂર નથી જેથી વડોદરા જિલ્લા પંચાયતની ગ્રાન્ટ જે ગ્રાન્ટ વડોદરા જિલ્લાના નાગરિકોની છે અને એ ગ્રાન્ટ ખોટી રીતે ન વપરાય અને તેનો સદુપયોગ થાય કપરા સમયમાં નાગરિકોને તેમની રોજિંદી જીવન જરૂરિયાતો માટે થાય અને વડોદરા જિલ્લાના આઠે આઠ તાલુકામાં ગ્રાન્ટ વાપરવામાં આવે તે વિશે આવેદનપત્રમાં ભલામણ કરવામાં આવી હતી અને આ બાબતે જિલ્લા પંચાયતના તમામ સદસ્યોનાં સહકારની પણ પટેલે અપેક્ષા વ્યક્ત કરી હતી.
ઇમરાન ઐયુબ મોદી- પાલેજ
વડોદરા જિલ્લા પંચાયતની તમામ ગ્રાન્ટની રકમ covid-19 વિરુદ્ધ વાપરવા મુબારક પટેલે જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું.
Advertisement