Proud of Gujarat
FeaturedGujarat

પાલેજ ઉભેલા ટ્રક પાછળ હાઈવા ઘૂસી જતા દ્રાઈવર નું મોત- કંડકટર નો આબાદ બચાવ…

Share

પાલેજ તા.૧૧-૦૪-૨૦૧૯

પાલેજ રાષ્ટ્રીય ધોરી માર્ગ ઉપર સર્વિસ રોડ ઉપર ઉભેલા ટ્રક ની પાછળ પુરપાટ ઝડપે હાઈવા ટ્રક ધડાકાભેર અથડાતા હાઇવા ચાલક નું ઘમખ્વાર મોત નિપજવા પામ્યું હતું.

Advertisement

પ્રાપ્ત માહિતી અનુસાર પાલેજ રાષ્ટ્રીય ધોરી માર્ગ નં-૪૮ ઉપર આવેલાં ફ્લાય ઓવર બ્રીઝ નાં ભરુચ તરફ થી વડોદરા તરફ જતાં છેડા ઉપર આવેલાં સર્વિસ રોડ નાં ઉપર ઉભેલા ટ્રક ની પાછળ મુંબઇ થી દિલ્હી તરફ જતાં હાઈવા ટ્રક નંબર યુ.પી-૧૬,ઇ.પી ૬૬૯૪ નો ડાઈવર બપોર નાં સમયે ભૂખ લાગતાં જમવા માટે હોટલ ઉપર આવવા સર્વિસ રોડ તરફ પુરપાટ ઝડપે ગફલત ભરી રીતે હંકારી જતાં રોડ ની બાજુ માં આવેલ સર્વિસ રોડ ઉપર નાં ડિવાઈડર સાથે અથડાય સર્વિસ રોડ ઉપર ઉભેલી ટ્રક નંબર જી.જે ૬,એ.યુ ૭૦૬૦ ની પાછળ નાં ભાગે ધડાકા ભેર અથડાતાં હાઈવા ચાલાક ચુનું શીંગ ક્રિષ્ના શીંગ,બિહાર નાં શરીર તેમજ માથાનાં ભાગે ગંભીર ઇજાઓ થતાં હાઈવા ટ્રકના સ્ટિયરિંગ ઉપર જ કમકમાટી ભરી રીતે મોત નિપજ્યું હતું. ટ્રક અને હાઈવા વચ્ચે અકસ્માત માં હાઈવાની કેબીન નો ભાગ ઉભેલી ટ્રક માંથી કાઢવા માટે ક્રેન ની મદદ લેવામાં આવી હતી. હાઈવા નાં અંદર કન્ડક્ટર જે ગુલમહમદ બુધા ખાન સેટી, રહે.બિહાર નો ચમત્કારિક બચાવ થવા પામ્યો હતો.મરનાર નું પી.એમ પાલેજ ની સરકારી હોસ્પિટલ માં કરવામાં આવ્યું હતું.

ઇમરાન ઐયુબ મોદી- પાલેજ


Share

Related posts

નર્મદા જીલ્લામાં ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ-૨૦૨૩ ના અમલીકરણ સમિતિના સભ્યો સાથે સમીક્ષા બેઠક યોજાઈ

ProudOfGujarat

નવસારીના વાંસદા તાલુકામાં ગાંધીનગરથી સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા, વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

ProudOfGujarat

ભરૂચ જીલ્લાનાં અંકલેશ્વર તાલુકાનાં કાપોદરા ગામમાં મસ્જિદ મદ્રસા ટ્રસ્ટનાં કર્તાધર્તાઓએ જમીનો વેચી નાંખી કરોડો રૂપિયાનો વહીવટ કરી નાંખવાની ફરિયાદ બાદ વકફ બોર્ડ દ્વારા રિસીવરની નિમણૂક કરવામાં આવતા મિલકતોની તપાસ શરૂ કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!