જિલ્લામાં ઈન્ડસ્ટ્રીઝને કારણે મોટી સંખ્યામાં શ્રમિકો કામ કરતા હોય છે. કોરોના વાયરસને પગલે કરાયેલા લોકડાઉનને કારણે ઉદ્યોગ ધંધો ઠપ્પ થતા શ્રમિકો અટવાયા છે.લોકડાઉનમાં ફસાઈ ગયેલાં પરપ્રાંતિય શ્રમિકોને વતન મોકલવાનું શરૂ કરાયું છે.પાલેજ તારીખ ૯ મે નાં રોજ ગુજરાતી બુનિયાદી કુમાર શાળાનાં કમ્પાઉન્ડ ખાતે બિહાર જવા માટે રજીસ્ટ્રેશન કરાયેલાં પૈકી મંજુર થયેલાં ૨૫૨ શ્રમિકોનું મેડિકલ ચેકઅપ અને રેલવે ટિકિટનાં નાણાં વસુલવાની કામગીરી કરાય હતી. ભરૂચ તાલુકા અને પાલેજમાં ભાડાનાં મકાનમાં રહી પાલેજની કંપનીનાં ૨૫૨ જેટલા કામદારો પોતાના માદરે વતન બિહાર જવા કોઈ વ્યવસ્થા નહિ થતા શ્રમિકો મુશ્કેલીમાં મુકાય ગયાં હતાં. મુશ્કેલીમાં મુકાયેલા આ શ્રમિકોએ ગામનાં સરપંચ નસીમબાનું સલીમ વકીલને જાણ થતાં તેઓએ તલાટી કરણ સિંહ તેમજ સુરેશભાઈ સહિત અધિકારીઓને વાત કરી ત્યારબાદ શ્રમિકોની વ્હારે આવ્યા, અને અટવાયેલા તમામ શ્રમિકોને મદદરૂપ સુવિધા કરી ઓનલાઈન મંજુરી લઈ રેલવે ટિકિટ કાનફોર્મ થતાં સાથે સાથે તેઓને વાહનની વ્યવસ્થા કરી તેમના માદરે વતન રવાના કરવા પ્રથમ મામલતદાર કચેરીએ અને ત્યાંથી વડોદરા રેલવે સ્ટેશન મોકલવામાં આવ્યા હતાં.પાલેજ પંચાયતનાં તલાટી કરણ સિંહ તેમજ સુરેશભાઈ, સદસ્ય સલીમ વકીલ, કર્મચારી ગણ દ્વારા ભરૂચ જીલ્લા તંત્ર તેમજ મેડિકલ ટીમ તેમજ શ્રમિકો વચ્ચે કડી રૂપ કામગીરી બજાવી હતી. પંચાયત સદસ્ય સલીમભાઈ વકીલનાં જણાવ્યા અનુસાર જેઓનું રાજીસ્ટેશન એપ્રુલ થયું અને કોલ આવ્યા તે લોકોનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું.અન્ય બીજી યાદીમાં મંજૂર થતાં લોકોને કોલ દ્વારા બોલવામાં આવશે.
ઇમરાન ઐયુબ મોદી.પાલેજ
પાલેજ ગ્રામ પંચાયત અટવાયેલા શ્રમિકોની વ્હારે આવી બીજા રાઉન્ડમાં ૨૫૨ નું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું.
Advertisement