લોક ડાઉનમાં પાલેજ જીઆઈડીસીમાં આજીવિકા માટે અહીં યુપી, બિહાર, રાજસ્થાન,ઓરીસ્સા, એમ.પી વગેરે રાજયોનાં પરપ્રાંતિય લોકો વસવાટ કરતાં હતાં તેઓ તેમના મુળ વતન જવા માટે પંચાયતનાં ૪૫૦ જેટલા વ્યક્તિઓએ ઓનલાઈન ફૉમ ભરવામાં આવેલા જેમાંથી તા.૬મે નાં રોજ ૩૦ બિહારનાં લોકોનાં રેલ્વે દ્વારા રજીસ્ટ્રેશન કન્ફર્મ થતાં તમામને પંચાયત કચેરીમાં બોલાવી માસ્ક મફતમાં આપવામાં આવ્યા હતાં. ત્યારબાદ દરેકનાં હાથ સૅનીટાઈઝ કરવામાં આવ્યા અને દરેકને ઠંડા પાણીનાં બોટલો આપી પંચાયત સદસ્ય સલીમ વકીલે લીલી ઝંડી બતાવી બે વાહનોમાં ૩૦ જણાનાં પ્રથમ જથ્થાને વડોદરા રેલ્વે સ્ટેશને જવા માટે રવાના કર્યો હતો.
ઇમરાન ઐયુબ મોદી- પાલેજ
Advertisement