કરજણ તાલુકાનાં ઓઝ ગામનાં મહેશભાઈ દેસાઈભાઈ પટેલ જેઓ પાછયાપુરા બ્રાન્ચ પોસ્ટ માસ્તર છે. તેઓ શનિવારે બપોરે ખાતેદારોની એક લાખની રોકડ રકમ લઈ પાલેજ તળાવનાં રસ્તે થઈ મોટરસાઇકલ પર પોતાને ઘરે જતાં થેલી રસ્તામાં તૂટી પડી ગઈ હતી. જે બાદ તેઓ ધ્યાન બહાર હાઇવેનાં માર્ગે આગળ જતાં રહ્યાં હતાં. જે બાદ પાલેજ ચોઇસ ફોન ગેલેરીની દુકાને નોકરી કરતાં મુજીબ ફિરોઝખાન પઠાણ તેમજ અર્શદ અનવર ખાન પઠાણ, અસ્લમ મુસ્તુફા ખાન પઠાણ અને અસ્લમ ઐયુબ ખાન પઠાણ પાછળથી આવતાં રસ્તા વચ્ચે પડેલી કપડાંની કોટા તૂટેલી થેલી ઉપર ધ્યાન પડતાં તેઓએ આ અંગેની જાણકારી ચોઇસ ફોન ગેલેરીવાળા સોકત ખાન અમાનુલ્લા ખાન પઠાણને કરી હતી.સોકત ખાને થેલીમાંનાં પોસ્ટની બુકો જોઈ મૂળ માલિકની શોધ આરંભી હતી અને ઘટનાનાં બીજા કલાકમાં નારેશ્વર રોડ પરનાં ઓઝ ગામનાં મહેશભાઈ દેસાઈ પટેલનાઓ તેમના ગામનાં અન્ય યુવાનોની મદદથી ઓળખ કરી શોધી કાઢ્યા હતા.તેઓને પાલેજ પોલીસ મથકે હેડ કોન્સ્ટેબલ સિરિષભાઈ હસમુખભાઈની રૂબરૂ એક લાખની રોકડ રકમ અને મોબાઈલ અગત્યનાં કાગળો મહેશભાઈ દેસાઈ ભાઈ પટેલને પરત કર્યા હતા અને સાચી પ્રમાણિકતા દેખાડી હતી. મહેશભાઈ દેસાઈ ભાઈએ પાલેજનાં યુવાનોને રોકડ ઇનામ આપવાની વાત કરતાં જે લેવાનો યુવાનોએ ઇન્કાર કરી આભાર માન્યો હતો. એ રીતે પણ પ્રામાણિકતનું ઉત્તમ ઉદાહરણ પાલેજનાં ચાર જેટલાં યુવાનો એ પૂરું પાડયું છે.
ઇમરાન ઐયુબ મોદી- પાલેજ
પાલેજનાં યુવાનોની પ્રામાણિકતા એક લાખની રોકડ રકમ અને મોબાઈલ ઓઝ ગામનાં મૂળ માલિકને પરત કરી.
Advertisement