Proud of Gujarat
FeaturedGujarat

પાલેજ સીટી સર્વે ની કચેરીમાં ઓન લાઈન પ્રોપર્ટી કાર્ડ ની નકલો સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ…

Share

પાલેજ તા.૫-૦૪-૨૦૧૯

પાલેજમાં લાંબા સમય થી સીટી સર્વે કચેરી ખાતે પ્રોપર્ટી કાર્ડ તેમજ અન્ય જરૂરી સરકારી કાગળોની ઓનલાઇન સુવિધા મળે એવી રજુઆત નગરના પઠાણ એહમદ ખાને પાલેજ પંચાયત સમક્ષ કરી હતી.જે અંગે પાલેજ પંચાયતે રજૂઆતો ધ્યાને લઇ લાગતાં વળગતા સત્તાધીશો સુધી નગરજનોની સમસ્યા પોહચાડી પાલેજ નગરમાં જ આવી સુવિધા ઘરઆંગળે મળી રહે માટે ધ્યાન દોરતા છેવટે પાલેજ નગરની વર્ષો જૂની સમસ્યાનું નિરાકરણ આવવા પામ્યું હતું.જેને પગલે શુક્રવારના રોજ પાલેજ સીટી સર્વે કચેરી ખાતે ગાંધીનગરથી સેટેલાઇટ કનેકશન માટેની કામગીરી હાથ ધરવામાં આવતાં ટુક સમય માં પાલેજની જનતાને પ્રોપર્ટી કાર્ડની નકલો લેવા ભરુચનાં ધરમનાં ધક્કા માંથી છુટકારો મળશે અને નકલો પાલેજ ઓફિસેથી પ્રાપ્ત થઈ શકશે.

Advertisement

ઇમરાન ઐયુબ મોદી – પાલેજ


Share

Related posts

નેત્રંગ તાલુકાની ૩૫ ગ્રા.પંચાયતમાં ૮૦.૮૪ ટકા મતદાન નોંધાયું.

ProudOfGujarat

સુરતના રાંદેરમાં વહેલી સવારે યુવકની હત્યા.

ProudOfGujarat

દયાદરા-દેરોલ સાઇટ પર મધમાખીઓના ઝુંડ એ કર્મચારીઓ પર આક્રમણ કરતાં 7 ને ઇજા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!