પાલેજમાં ગરીબ પરિવારોને કાર્યરત કોલીવાર યંગ સર્કલ દ્વારા અનાજની કીટસનું વિતરણ કરવામાં આવ્યું હતું. કોરોના વાયરસનાં પગલે સંપૂર્ણ લોક ડાઉનની જાહેરાત થતાં સખીદાતાઓ વ્હારે આવતા ગરીબ પરિવારો માટે સેવાભાવી સંસ્થાઓએ ઉમદા કામગીરી બજાવી છે. લોક ડાઉન ચાલુ છે એવામાં સેવાભાવી પાલેજના યુવાનો દ્વારા ગરીબ પરિવારો માટે નિ:સ્વાર્થ અવિરત સેવા કરી રહ્યા છે.ગુજરાતમાં કોરોના વાયરસનાં પગલે વધુ ૨૧ દિવસીય લોક ડાઉન રહેવાનું હોવાથી ગરીબ પરિવારોની હાલત કફોડી ન બને એ હેતુસર યુવા દ્વારા જીવનજરૂરિયાતની ચીજ વસ્તુઓનું વિતરણ કરાઇ રહ્યું છે. ભરૂચના પાલેજમાં કોલી વાર યંગ સર્કલના યુવા દ્વારા નગરમાં વસતા ગરીબ પરિવારોને સો જેટલી અનાજની કિટસનું વિતરણ કરી એક સરાહનીય કાર્ય કર્યું હતું.કોલીવાર યંગ સર્કલના હિંદુ – મુસ્લીમ સમુદાયના યુવાનોએ ભેગા મળી ગરીબ પરિવારોને મદદરૂપ બની સેવાભાવની સાથે એકતા બતાવી છે.
ઇમરાન ઐયુબ મોદી-પાલેજ