પાલેજ મોહદીસે આઝમ દ્વારા કોરોનાની મહામારી વચ્ચે ગરીબ કુટુંબોમાં ઠેર ઠેર સહાય પહોંચાડવાનો જે રેસ્ક્યુ ચલાવવામાં આવ્યો છે એ પ્રશંસનીય છે.કોરોનાનાં પગલે જે દેશવ્યાપી લોકડાઉન કરવામાં આવ્યું છે જેમાં ગરીબ તેમજ મધ્યમવર્ગ ભારે મુસીબતમાં સપડાઈ જવા પામ્યો છે,રોજિંદી કમાઈ ઉપર જીવન ગુજરાન ચાલાવતા કુટુંબો ઉપર મુસીબતનું આભ તૂટી જવા પામ્યું છે. એવામાં પાલેજ ખાતે કાર્યરત મોહદીસે આઝમ ટ્રસ્ટ દ્વારા એક પછી એક ગામમાં ગરીબ કુટુંબોને જીવન જરૂરિયાતની રાહત સામગ્રી પહોંચાડી પ્રશંસનીય કામગીરી કરવામાં આવી રહી છે, મિશનના ટ્રસ્ટ દ્વારા સોમવારના રોજ કરજણ તાલુકાના ઉરદ તેમજ ખંભાત તાલુકાના રાલેજ ગામે ૪૦ કુટુંબોમાં જીવન જરૂરીયાત પૂરતું અનાજની કિટોનું જરૂરતમંદ લોકોને ઘરે જઈ વિતરણ કરી ઉમદા કામગીરી બજાવી છે.જેમાં ઘઉં,ચોખા,ખાંડ,ચા તેમજ તેલ,તુવર દાળ અને ચાર પ્રકારનાં કઠોળનું વિતરણ કરવામાં આવ્યું હતું.કોરાના વાઇરસનાં પ્રતિકારમાં દેશ વ્યાપી લોકડાઉનમાં ગરીબ માધ્યમ વર્ગી કુટુંબોને જે નાણાંકીય ભીંસ પડી રહી છે એવામાં બે ટંક જમવા એક મહિનો ચાલે એટલું અનાજ ટ્રસ્ટ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે જેમાં પાલેજ તેમજ આસપાસનાં ગામના સખી દાતાઓ દ્વારા ટ્રસ્ટને ગરીબ કુટુંબોમાં અનાજ વિતરણ માટે કરવામાં આવતી સહાયના રૂપિયાથી મોહદીસે આઝમ ટ્રસ્ટ દ્વારા ગરીબ કુટુંબોને ઘેર બેઠા અનાજ તેમજ જરૂરી સુવિધા પૂરી પાડવામાં આવે છે.
ઇમરાન ઐયુબ મોદી-પાલેજ
ઉરદ તેમજ રાલેજ ગામે પાલેજ મોહદીસે આઝમ દ્વારા ૪૦ ગરીબ કુટુંબમાં સહાય પહોંચાડી.
Advertisement