Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાલનપુર : ડિસામાં પિતાએ જ પરિવારના સાત સભ્યોને ઝેરી પ્રવાહી પીવડાવી સામુહિક આપઘાતનો પ્રયાસ કર્યો

Share

પાલનપુરમાં ડીસાના માલગઢ ગામે ગત રાત્રિએ એક જ પરિવારના સાત લોકોએ જંતુનાશક દવા ગટગટાવી સામૂહિક આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના બની હતી. આ ઘટનાને પગલે તમામ અસરગ્રસ્તો ને સારવાર માટે પાલનપુરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા છે. હાલ જાણવી મળતી વિગતો મુજબ પિતા અને તેમનો એક પુત્ર ગંભીર હોવાથી વધુ સારવાર માટે અન્ય ખાનગી હોસ્પિટલ ખસેડાયા છે. જોકે સગા પિતાએ તેમના જ સંતાનોને કયા કારણોસર દવા પીવડાવી એ કારણ હજી જાણવા મળ્યું નથી.

પ્રાપ્ત વિગતો પ્રમાણે ડીસા તાલુકાના માલગઢ ગામે એક વાલ્મિકી પરિવારના સાત લોકોએ સામૂહિક આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. માલગઢ ગામે રહેતા નગુભાઈ વાલ્મિકી મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. થોડા દિવસ પહેલા જ તેમની પત્નીનું અવસાન થયું હતું. ત્યારબાદ ગત રાત્રે નગુભાઈ વાલ્મિકી તેમની માતા, બે દીકરી અને ત્રણ દીકરા સહિત સાત લોકોએ ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ આસપાસમાં રહેતા તેમના સગા સંબંધીઓ દોડી આવ્યા હતાં અને તમામ અસરગ્રસ્તોને સારવાર માટે ખસેડ્યા હતાં.

Advertisement

સામૂહિક આત્મહત્યા થઈ હોવાની ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સના પાયલોટ સહિતની ટીમ તાત્કાલિક માલગઢ ખાતે પહોંચી હતી અને તમામ અસરગ્રસ્ત લોકોને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ જરૂરી તબીબી સાધનો અને ડોક્ટરના અભાવે તમામ અસરગ્રસ્ત લોકોને વધુ સારવાર માટે પાલનપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં પિતા અને એક પુત્ર ગંભીર હોવાથી તેમને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.


Share

Related posts

ભરૂચમાં સી ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મીની બાઇક ચોરી

ProudOfGujarat

ભરૂચ જિલ્લા જેલની દક્ષિણમાં આવેલ વિવાદિત જમીનમાં જેલ વિભાગે જમીન ઉપર કબજો મેળવવાનો પ્રયાસ કરતા ફરી વિવાદ વકર્યો.

ProudOfGujarat

વડોદરા શહેર પોલીસ તંત્રએ લોકોને માસ્ક આપી કોવિડની સમજણ આપી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!