પાલનપુરના નવજીવન સોસાયટી વિસ્તારમાં રહેતા 63 વર્ષીય વૃદ્ધની છાતી પર શનિવાર સવારથી અચાનક મોબાઈલ, સિક્કા, ચાવી, ચમચી ચોંટવા લાગ્યા તેમનો પરિવાર ચોંકી ઉઠ્યો હતો. રાવલ પરિવારે તુરંત આ અંગે દિવ્યભાસ્કરનો સંપર્ક કરતા દિવ્યભાસ્કરે સમગ્ર મામલે પાલનપુર સિવિલમાં મેગ્નેન્ટ મેનને લઈ જઈ ચેકઅપ કરાવ્યું હતું જ્યાં ફરજ પરના તબીબો ચોંકી ઉઠ્યા હતા અને કેસ કાઢી રિપોર્ટ કરાવ્યા હતા.50થી60 ગ્રામનો મોબાઇલ છાતી પર સ્પર્શ કરાવતા જ ચોંટી ગયો હતો. જેને જોઈ હાજર જુનિયર તબીબો સહિત હોસ્પિટલ સ્ટાફ પણ ચોંકી ગયો હતો. નવીનભાઈએ હોસ્પિટલ સ્ટાફને જણાવ્યું કે 2 મહિના પહેલા વેક્સિનનો ડોઝ લીધો હતો.
શનિવાર સવારથી સ્ટીલની વસ્તુઓ ચોંટતા શરીરમાં ચુંબકીય શક્તિનો અનુભવ થયો હતો.મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાંથી એક ખૂબ જ આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. એક પરિવારે દાવો કર્યો છે કે કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધા બાદ તેના પરિવારના એક વૃદ્ધ સભ્યને શરીરમાં ચુંબકીય શક્તિનું સર્જન થઈ ગયું છે. હવે તેમના શરીર પર ચમચી, સ્ટીલ તથા લોખંડનાં વાસણ તથા સિક્કા સરળતાથી ચોંટી રહ્યાં છે.
ગુજરાતનો પ્રથમ મેગ્નેટ મેન :મહારાષ્ટ્ર -રાજસ્થાનમાં પણ જોવા મળ્યા અન્ય કેસ, જાણો શુ છે તેની પાછળનું તથ્ય..
Advertisement