મુંબઈ બોમ્બ બ્લાસ્ટનો મુખ્ય આરોપી અને પાકિસ્તાનમાં છૂપાયેલ કુખ્યાત અંડરવર્લ્ડ ડોન અને આતંકવાદી દાઉદ ઈબ્રાહિમની કથિત ગર્લફ્રેન્ડ અને પાકિસ્તાનની જાણીતી અભિનેત્રી મહવિશ હયાત પાકિસ્તાનની પ્રધાનમંત્રી બનવા માગે છે. અને તેને લઈને તેણે પોતાની ઈચ્છા પણ વ્યક્ત કરી છે. પાકિસ્તાની અભિનેત્રી મહવિશ હયાત પોતાની કારકિર્દીની રાહમાં નવી ક્ષિતિજ શોધી રહી છે. હાલમાં એક ઈન્ટરવ્યૂ દરમિયાન તેણે પોતાના સપનાઓ વિશે ખુલાસો કર્યો અને જણાવ્યું કે તે કેવી રીતે પાકિસ્તાનની પ્રધાનમંત્રી બની શકે છે.
અનેક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે દાઉદ ઈબ્રાહિમ અને મહવિશ હયાતની વચ્ચે અંગત સંબંધો છે અને તે દાઉદની ગર્લફ્રેન્ડ માનવામાં આવે છે. જોકે આ બંનેએ પોતાના સંબંધને ઘણો પ્રાઈવેટ રાખ્યો છે. પરંતુ જ્યારે છેલ્લાં વર્ષે ઓગસ્ટમાં બંનેનો સંબંધ સાર્વજનિક થઈ ગયો હતો. જોકે આ સંબંધ જાહેર થઈ જતાં દાઉદ ઈબ્રાહિમ ઘણો ગુસ્સામાં આવી ગયો હતો. રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું હતું કે મહવિશ હયાત દાઉદ ઈબ્રાહિમની સૌથી મોટી નબળાઈ છે અને તે દાઉદ ઈબ્રાહિમથી 27 વર્ષ નાની છે. પાકિસ્તાની અભિનેત્રી મહવિશ હયાતે અનેક પાકિસ્તાની ફિલ્મોમાં કામ કર્યું છે. જેમાં પંજાબી નહીં જાંગી, જવાની ફિર નહીં આની મુખ્ય છે. તેણે પાકિસ્તાની ન્યૂઝ ચેનલ જીયો ન્યૂઝ સાથે વાત કરતાં પોતાના સપનાઓ વિશે ખુલાસા કર્યા છે. ઈન્ટરવ્યૂ દરમિયાન મહવિશ હયાતે કહ્યું કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં તેનો રસ રાજનીતિમાં વધી ગયો છે. તેણે કહ્યું કે રાજનીતિ એક એવી વસ્તુ છે, જેને એક વિષય તરીકે હું આગળ વધારવા માગું છું. મહવિશ હયાતે ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે મારો ઈરાદો દેશમાં સકારાત્મક ફેરફાર લાવવામાં મદદ કરવા માગુ છું. આ હવે સમય જણાવશે કે હું સાંસદ તરીકે પાકિસ્તાની સંસદમાં પહોંચીશ કે પછી હું પોતાની એક અલગ પોલિટિકલ પાર્ટી બનાવું છું. તે પ્રધાનમંત્રી ઈમરાન ખાન અને તેમની પોલિટિકલ પાર્ટી પીટીઆઈની રાજનીતિથી પ્રભાવિત છે.
મહવિશ ઈમરાન ખાનથી પ્રેરિત છે. અને તેણે જણાવ્યું કે ઈમરાન ખાન રાજનીતિમાં આવતાં પહેલાં ક્રિકેટર હતા. જો એક ક્રિકેટર દેશના પ્રધાનમંત્રી બની શકે છે તો નિશ્વિત રીતે એક અભિનેત્રી પણ દેશના પ્રધાનમંત્રી બની શકે છે. આવનારા સમયમાં હું ઈમરાન ખાનને કોઈ પડકાર આપવા માગતી નથી પરંતુ તેમની જગ્યાએ કોઈએ તો લેવી જ પડશે. હું પ્રધાનમંત્રી પદની ઉમેદવાર હોઈ શકું છું. મહવિશ હયાતની શરૂઆતની કારકિર્દી કંઈ ખાસ હતી નહીં પરંતુ અચાનક તેને મોટી ફિલ્મો મળવા લાગી. અને પાકિસ્તાની મીડિયામાં એ વાત થવા લાગી કે મહવિશ હયાતની સફળતાની પાછળ કરાચીના કોઈ પ્રભાવશાળી વ્યક્તિનો હાથ છે. જોકે પછી દાવો કરવામાં આવ્યો કે મહવિશ હયાતની મદદ કોઈ બીજું નહીં પરંતુ ભારતનો ભાગેડુ દાઉદ ઈબ્રાહીમ કરી રહ્યો છે.