Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાલેજ રેલવે સ્ટેશન ખાતે ટીકીટ વિન્ડો માં વધારો કરાયો

Share

પાલેજ રેલવે સ્ટેશન ખાતે ટીકીટ વિન્ડો માં વધારો કરાયો

ઇમરાન ઐયુબ મોદી- પાલેજ

Advertisement

પાલેજ રેલવે સ્ટેશને મુસાફરો ની સુવિધા માટે ટીકીટ વિન્ડો ની સુવિધા માં વધારો કરાયો છે. ઘણા લાંબા સમય થી સવારે એક સાથે એક દોઢ કલાક માં અપડાઉન માં ૬ જેટલી ટ્રેનો થોડા થોડા અંતરે સ્ટોપેજ કરતા મુસાફરો ની ટીકીટ માટે લાઈનો લાગતી હતી.તેમાં રિઝર્વેશન અને સિઝન ટીકીટ વાળા ની ભીડ થી આમ મુસાફરો ને ટીકીટ લેવામાં ઘણી તકલીફ પડતી હતી.જે બે વિન્ડો ચાલુ થતાં રાહત થઈ છે હાલ માં વિન્ડો ફક્ત સવાર નાં ટાઈમ ખુલે છે ને ટ્રેનો નું ભારણ વધુ હોય છે ત્યારે મુસાફરો ની લાઈનો લાગતી બંધ થઈ છે.
વર્ષો થી અહીં એક જ ટીકીટ બારી ને લઈ કેટલીક વાર ટ્રેનો ના સિગ્નલ સુદ્ધા અટકાવવાની જરૂરત ઉભી થઇ હતી તેમજ વારંવાર ભારે ભીડ ને લઇ મુસાફરો ટીકીટ વિના રજળી પડતા ટ્રેન છોડવી પડતી હતી, છેવટે તંત્ર દ્વારા પાલેજ રેલવે સ્ટેશન ખાતે વધુ એક ટીકીટ વિન્ડો ની માંગ પૂર્ણ કરતા મુસાફરો હાલ પૂરતી રાહત અનુભવી રહ્યા છે


Share

Related posts

ભરુચ જિલ્લા નો કુખ્યાત બુટલેગર રાજુ રાવલ પોલીસ સકંજામાં

ProudOfGujarat

રાજપીપળા શહેરમાં રખડતાં આખલાનો વધતો આતંક જોખમી છતાં પાલીકા તંત્ર તદ્દન નિષ્ક્રિય.

ProudOfGujarat

નર્મદા જિલ્લાનાં કરજણ ડેમમાંથી ૧૦૪૮૪ ક્યુસેક જેટલું પાણી છોડાયું કાંઠાનાં વિસ્તારો એલર્ટ કરાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!