પદ્માવતિ ક્યારે રિલીઝ થશે એ નક્કી નથી. પણ આ ફિલ્મમાં રાજા રાવલ સિંહ (શાહિદ કપૂર)ની પહેલી પત્નિ બનેલી અભિનેત્રી અનુપ્રિયા ગોએન્કા નિર્દેશક સંજય લીલા ભણશાલીનો સતત આભાર વ્યક્ત કરી રહી છે.
ફિલ્મમાં દિપીકા પાદુકોણ શાહિદની બીજી પત્નિના રોલમાં છે. તેની પહેલી પત્નિ રાની નગ્માવતિનો રોલ અનુપ્રિયાએ નિભાવ્યો છે. આ અનુપ્રિયા સલમાન ખાનની બ્લોક બસ્ટર ટાઇગર જિંદા હૈ ફિલ્મમાં પૂર્ણા નામની નર્સના રોલમાં છે. અનુપ્રિયા કહે છે કે પદ્માવતિનું શુટીંગ ચાલુ હતું ત્યારે જ મને ટાઇગર જિંદા હૈ માટે રોલ ઓફર થયો હતો.તેમાં પણ કામ કરવાની મને સંજય લીલા ભણશાલીએ હા કહી હતી તે માટે હું તેનો સતત ઉપકાર માનુ છું.
સંજય લીલા ભણસાલીએ ધાર્યુ હોત તો મને ના પાડી હોત. પરંતુ તેમને મને રોકી નહોતી. તે સાથે જ તેણે જણાવ્યું કે મને સેટ પર દિપીકા, શાહિદ અને સંજય ભણશાલી પાસેથી ઘણું બધું શીખવા મળ્યું છે અને સાથે જ સંજય લીલા ભણસાલીનો આભાર વ્યક્ત કર્યો હતો.
સૌજન્ય(અકિલા)