કેન્દ્રીય ફિલ્મ સેન્સર બોર્ડના વડા તેમજ આગેવાન ગીતકાર પ્રસૂન જોશીએ કહ્યું હતું કે ટોચના ફિલ્મ સર્જક સંજય લીલા ભણસાલીની મેગાબજેટ ફિલ્મ પદ્માવતમાં સેન્સર બોર્ડે ૩૦૦ કટ્સ સૂચવ્યા હોવાના મિડિયા રિપોર્ટ સાવ ખોટ્ટા છે ‘આ બધી મિડિયાની ગૉસિપ કૉલમોની કમાલ છે. સેન્સર બોર્ડે પદ્માવતમાં ત્રણસો કટ્સ સૂચવ્યા નથી. જે પાંચ છ સૂચનો કર્યાં હતાં એ વિશે હું જાહેરમાં નિવેદન આપી ચૂક્યો છું. એથી વધુ મારે કશું કહેવાનું રહેતું નથી.
ગોસિપ કૉલમિસ્ટ્સ આવા રિપોર્ટ દ્વારા પોતાના મિડિયાનો ફેલાવો વધારવાના પ્રયત્નો કરતા રહે છે. પરંતુ પદ્માવત અંગેના રિપોર્ટમાં સચ્ચાઇ નથી’ એમ પ્રસૂન જોશીએ કહ્યું હતું. ફિલ્મન બનાવવાની શરૃઆત થઇ એના પહેલાજ દિવસથી સતત વિવાદોના કેન્દ્રમાં અને હિંસક દેખાવોના ઘેરામાં રહેલી પદ્માવત આખરે ૨૫ જાન્યુઆરીએ રજૂ થવાની છે.
જો કે ફિલ્મમાં અલ્લાઉદ્દીન ખીલજીના રોલને ગ્લેમરાઇઝ્ડ કરાયો છે એેવા કહેવાતા આક્ષેપને કારણે જે જે થિયેટરોમાં આ ફિલ્મ રજૂ થશે એને અમે બાળી નાખીશું એવી ધમકી કરણી સેનાએ આપી હતી. રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી તોળાઇ રહી છે એટલે ત્યાં આ ફિલ્મની રજૂઆત પર બૅન જાહેર કરવામાં આવ્યો હતો. ટ્રેડ પંડિતો માને છે કે આવા બિનજરૃરી વિવાદોથી આખરે તો ફિલ્મને જ લાભ થશે.
સૌજન્ય