સંજય લીલા ભણસાલીની ફિલ્મને લઈને કેટલા તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે પ્રથમ ફિલ્મ રીલીઝ થવાની હતી તે પણ ન થવા દીધી ત્યારબાદ તેમાં કેટલાક સુધારા વધારા કર્યા તેનું નામ પણ બદલીને પદ્માવત કરવામાં આવ્યું ત્યાર બાદ સુપ્રીમ કોર્ટેનાં આદેશ મુજબ તારીખ ૨૫ મી જાન્યુઆરીના રોજ રીલીઝ થશે તો ફિલ્મ જોયા વગર જ તેના પર આટલા બધા વિવાદો કેમ ? સુપ્રીમ કોર્ટના આદેશ પછી આટલું તોફાન કેમ ? એક તરફ સુપ્રીમ કોર્ટનો આદેશ આવ્યો છે કે પદ્માવત ગૂરૂવાર તારીખ ૨૫મી જાન્યુઆરીના રોજ રીલીઝ થશે ત્યારે રીલીઝનું કાઉન્ટ ડાઉન શરૂ થતા જ દેશભરમાં ભારે ઉચાટનું વાતાવરણ જોવા મળી રહ્યુ છે. ઠેર-ઠેર આ ફિલ્મ ને લઇ ને ઉગ્ર આક્રોશ અને નારાજગી બહાર આવી રહી છે.
આ ફિલ્મની રીલીઝના દિવસે કરણી સેનાએ ભારત બંધ, જનતા કર્ફયુના આપેલા એલાનને પગલે કાલે શું થશે ? એ બાબતને લઇને ભારે દ્વિધા પ્રવર્તી રહી છે. ગઇકાલે રાત્રે અમદાવાદમાં થયેલી હિંસા બાદ દેશભરમાં તેના પડઘા પડયા છે. દરમિયાન ગઇકાલે આ ફિલ્મનું મુંબઇમાં સ્પેશીયલ સ્ક્રીનીંગ યોજાયુ હતુ. જેમાં આ ફિલ્મના કલાકારો દિપિકા, રણવીર, શાહીદ કપુર વગેરેએ ભાગ લીધો હતો.
તમામ શોરબકોર, હંગામો, વિરોધ અને નામ બદલ્યા બાદ પદ્માવત ફિલ્મ શુક્રવારે રીલીઝ થવા માટે તૈયાર છે. એ દિવસ પુર્વે આ ફિલ્મ સામે પડનાર કરણી સેનાએ ભારત બંધ-જનતા કર્ફયુનું એલાન આપ્યુ છે. જો કે કરણી સેનાએ અહીંસક વિરોધ કરવાનુ એલાન કર્યુ છે પરંતુ અસામાજીક તત્વો અને ઉપદ્રવીઓ કાલે હિંસક પ્રદર્શન કરવા બહાર આવે તેવી શકયતાના પગલે લોકોમાં જબરો ઉચાટ પ્રવર્તી રહ્યો છે.
કરણી સેનાએ આવતીકાલે દુકાનો, બજારો, સિનેમાઘરો વગેરે બંધ રાખવા અને સ્વયંભુ વિરોધ પ્રદર્શન કરવા અપીલ કરી છે. કાલે બંધ સજ્જડ રહેશે અને લોકો પોતાનો આક્રોશ વ્યકત કરશે તેવુ કરણી સેનાએ જણાવ્યુ છે.
દરમિયાન આ ફિલ્મ સામે વિરોધ પ્રદર્શન ઠેર-ઠેર ઉગ્ર બની રહ્યુ છે. અનેક શહેરોમાં હિંસક દેખાવો અને પ્રદર્શનો થઇ રહ્યા છે. કરણી સેનાની ધમકીને ધ્યાનમાં રાખી ગુડગાવમાં રવિવાર સુધી ૧૪૪ કલમ લાદી દેવામાં આવી છે. કરણી સેનાએ ફિલ્મ સ્ક્રીનીંગ કરી રહેલ સિનેમા ઘરોને નિશાના ઉપર લેવા ધમકી આપી છે. ગુડગાવમાં ૪૦ જેટલા સિનેમા ઘરો અને મલ્ટી પ્લેકસ છે. કાનપુરમાં મલ્ટી પ્લેકસમાં સેનાના એક ડઝન કાર્યકરોએ મલ્ટી પ્લેકસમાં તોડફોડ મચાવી પોસ્ટરો ફાડયા હતા તો મધ્યપ્રદેશમાં રાજપૂત સમાજે જિલ્લા કલેકટર કાર્યાલય બહાર વિરોધ પ્રદર્શન કર્યુ હતુ અને આવેદનપત્ર સોપ્યુ હતુ. વિરોધ પ્રદર્શન દરમિયાન સંજય લીલા ભણસાલીનું પુતળુ અને ફિલ્મના પોસ્ટરનું દહન કરવામાં આવ્યુ હતુ. દરમિયાન મુંબઇમાં ગઇકાલે ફિલ્મનું સ્પેશીયલ સ્ક્રીનીંગ રાખવામાં આવ્યુ હતુ જે પ્રસંગે ફિલ્મના તમામ ટોચના સ્ટાર હાજર રહ્યા હતા. લવબર્ડ દિપિકા અને રણવીર હાથમાં હાથ નાંખીને જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં મહારાવલ રતનસિંહની ભુમિકા ભજવનાર શાહીદ કપુર પણ પત્નિ મીરા સાથે હાજર રહ્યો હતો.
ફિલ્મ ડાયરેકટર સંજય લીલા ભણસાલી પણ જોવા મળ્યા હતા. આ ફિલ્મને લઇને ઘણો વિવાદ સર્જાયો છે અને અનેક રાજયો ફિલ્મ રીલીઝ કરવા માંગતા નથી. જો કે સુપ્રિમ કોર્ટે ફિલ્મની રીલીઝ નહી અટકાવવા જણાવ્યુ છે. આવતીકાલે ભારત બંધ-જનતા કર્ફયુના એલાનને ધ્યાનમાં રાખીને દેશના તમામ નાના-મોટા શહેરોમાં સુરક્ષા વ્યવસ્થા સજ્જડ બનાવી દેવામાં આવી છે. વિરોધ પ્રદર્શનની આડમાં અસામાજીક તત્વો છુટો દોર ન લઇ લે તે માટે કોમ્બીંગ ઓપરેશન પણ શરૂ કરવામાં આવ્યુ છે.
એક તરફ સુપ્રીમ કોર્ટ કહે છે કે ફિલ્મનું રિલીઝ અટકાવવામાં નહી આવેબીજી તરફ કારની સેના ભારત બંધનું એલાન કરે છે ત્રીજી તરફ થિયેટર વાળા પોતાની થીયેટરમાં ફિલ્મ રીલીઝ કરવાની નાં પાડે છે. આ બધા વિવાદોથી આમ જનતાને પણ ભારે નુકશાન થઇ રહ્યું છે. હવે એ જોઈશું કે આવતીકાલે શું થશે ?
સૌજન્ય