પાદરા તાલુકામા અવર-નવર ચોરી નો બનાવ બની રહ્યા છે. જેથી લોકોમા ભયની લાગણી ફેલાઈ ગઈ છે. પાદરા તાલુકાના પોલીસ તંત્રની નિષ્ક્રીયતા અંગે પણ ચારે તરફ ચર્ચા ચાલી રહી છે. પોલીસ તંત્ર ધ્વારા સઘન અને અસરકારક પેટ્રોલીંગ કરવામા આવે તેવી લોક માંગ ઉભી થઈ છે. તસ્કોરે જ્યારે બે ફામ થઈ ગયા છે ત્યારે પોલીસ તંત્ર ની બેજવાબદારી છટી થઈ રહી છે. લુણા ગામ ખાતે મહાદેવ ફળીયામા ચોરીનો બનાવ બન્યો હતો. તસ્કોરોએ તીજોરીમા મુકેલ સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ ની ચોરી કરી હતી. મંગલ સુત્ર તેમજ અન્ય ૬ તોલા સોનાના દાગીના તેમજ ૧.૫૦ લાખ ની ચોરી કરી તસ્કોરો મકાન માલિકનુ એકટીવા પણ લઈ ગયા હતા. મોડી રાત્રે વીજ પુરવઠો ખોરવાયો હતો. તેવા સમયે ગામના એક સી.સી.ટી.વી કેમેરામા શંકાસ્પદ શક્સ દેખાયો હતો. શુ આજ ઈસમ તસ્કર હતો કે કેમ તે તપાસ કરવી રહી. હાલ તો આ બનાવ અંગે પોલીસે ડોગ સ્કોર્ડ ની મદદ લઈ તસ્કોરોને જબ્બે કરવાની કાવાયત હાથ ધરી છે.
પાદરા તાલુકાના લુણા ગામમા તસ્કોરોનો તરખાત
Advertisement