પંચમહાલ રાજુ સોલંકી
સમ્રગ ગુજરાત રાજયમાં ૦ર ઓકટોબર એટલે કે પૂજય મહાત્મા ગાંધીજીના જન્મદિનથી ૦૮ ઓકટોબર સુધી નશાબંધી સપ્તાહ–૨૦૧૯ ની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. તે અન્વયે પંચમહાલ જિલ્લામાં પણ વિવિધ તાલુકાઓમાં ગોધરા નશાબંધી અને આબકારી ખાતા દ્વારા અન્ય સરકારી વિભાગોના સહયોગથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં આજરોજ ગોધરા નશાબંધી અને આબકારી વિભાગના સયુકત ઉપક્રમે ગોધરા શેઠ પી. ટી. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે નાશમુકત ભારત વિષય પર વકૃતત્વ સ્પર્ધાનું આયોજન રાખવામાં આવ્યું હતું જેમાં કોલેજના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં ગાંધીનગરના નશાબંધી આબકારી વિભાગના IAS અધિકારી સુનિલકુમાર અને ગોધરા નશાબંધી આબકારી વિભાગના અધિક્ષક એસ પી ભગોરા નશાબંધી નીયોજક કિરીટભાઇ ભરવાડ નશાબંધી વિભાગના સ્ટાફગણ સાથે શેઠ પી. ટી. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ ડૉ એમ બી પટેલ પ્રોફેસર જી વી જોગરાણા, સુરેશભાઈ ચૌધરી, હંસા બેન ચૌહાણ વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને ગાંધીનગરના નશાબંધી આબકારી વિભાગના IAS અધિકારી સુનિલકુમારે કોલેજના વિદ્યાર્થીઓને નશાબંધીના દુષણ વિશે જાણકારી પુરી પાડી હતી આ કાર્યક્રમ ને અનુરૂપ વકૃતત્વ સ્પર્ધામાં વિજેતા થનાર વિદ્યાર્થીઓ માથી પ્રથમક્રમે શ્રદધા રાઠોડ, બીજા ક્રમે ગઢવી ભરત અને ત્રીજા ક્રમે જય કલવાણી ને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમનું સફળ સંચાલન કોલેજના પ્રોફેસર રૂપેશભાઈ નાકરે એન એસ એસ ના વિદ્યાર્થીઓના સહયોગ થી કર્યું હતું.