Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

પાટણમાં દલિત અગ્રણીએ આત્મવિલોપન કર્યું !!

Share

પાટણમાં દલિત સમાજના ભાનુભાઈ વણકર દ્વારા આત્મવિલોપનનો પ્રયાસ કરવામાં આવતા દલિતોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. જમીન આપવામાં થઈ રહેલા ગલ્લા-તલ્લા અને ધક્કાના કારણે ભાનુભાઈએ અગ્નિસ્નાન કરતા તેના ભારે પ્રત્યાઘાત પડ્યા હતા. આજે પાટણે જડબેસલાક બંધ પાળ્યો હતો. ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને દલિત સંગઠનોએ બંધનું એલાન આપ્યું હતું.

અમદાવાદ અને પાટણમાં ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે બંધ રાખવામાં આવ્યું હતું. લોકોએ સ્વંયભૂ રીતે બંધ પાળ્યો હતો. અમદાવાદ અને પાટણમાં કેટલીક જગ્યાએ ટાયર બાળવાની ઘટના પણ બની હતી. ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ કહ્યું કે ગુજરાત સરકાર દલિતોને સલામતી પુરી પાડી શકતી નથી. દલિતોની રક્ષા કરી શકાઈ નથી. આત્મવિલોપન અંગે સરકારની બેદરકારી મામલે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના સહ કન્વીનર યશ મકવાણા, ફેનીલ મેવાડા અને પ્રકાશ મકવાણા સાથે લગભગ 25 જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરી વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે લઇ જવામાં આવ્યા હતા.

Advertisement

ઘટના અંગે સરકારે તપાસના આદેશ આપ્યા છે. પાટણ કલેક્ટર અને રેન્જ IG પિયુષ પટેલે બેઠક યોજી છે. આત્મવિલોપનો પ્રયાસ કરનાર યુવકના પરિવારે સરકાર સમક્ષ 5 માંગણીઓ મૂકી છે. આ પાંચ માંગણીઓમાં જમીન તાત્કાલિક આપવામાં આવે અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માગ મુખ્ય છે. જો આ પાંચ માંગણીઓ નહી સંતોષાય તો આગામી સમયમાં મામલો વધારે ઉગ્ર બને તેવા એંધાણ મળી રહ્યા છે.

સૌજન્ય


Share

Related posts

નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ ને પગલે જનજીવન પર અસર

ProudOfGujarat

અંકલેશ્વર : ચૌટાનાકાથી સુરવાડી બ્રિજ સુધીના રસ્તા પરનું ગેરકાયદેસર દબાણ હટાવાયું.

ProudOfGujarat

વાંકલ ખાતે એન.ડી.દેસાઈ સાર્વજનિક હાઈસ્કુલમા આવતી કાલે તાલુકા કક્ષાનાં કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ યોજાશે.

ProudOfGujarat
error: Content is protected !!